________________
કુરાન અને તેના ઉપદેશ
२०७
""
“ ઈશ્વરે સાપ ને તાલ એ માટે અનાવ્યાં છે કે તમે સૌની સાથે ન્યાયસંગત વ્યવહાર કરે; અન્યાય ન કરેા તથા કાઈના હક ઉપર તરાપ ન મારા ” ( ૫૫-૭ થી ૯ ). મનુષ્યાને ધિરે બે રસ્તા સ્પષ્ટ રીતે બતાવ્યા છે, એક જમણા હાથનેા માર્ગે જે પર્વતના ચઢાણ જેટલે કઠણુ છે; બીજો ડાબા હાથના કે જે પર્વતના ઉતાર સમાન સહેલા છે. પણ મનુષ્ય ચઢાણુથી બચવા માગે છે. તમે કેવી રીતે જાણો કે આ ચઢાણના માર્ગ તે શું છે? તે રસ્તા એટલે ગુલામેાને આઝાદ કરવાના અકાળમાં પોતાનાં સગાંસંબંધીઆને તથા ધૂળમાં લેાઢતા ગરીબેને અન્ન આપવાને; જે આ રીતે વર્તે છે તે ખરે. ધર્મનિષ્ઠ ( મેામીન ) કહેવાય છે. એવા લેાકેા જ એક્બીજાને ધૈર્યની તથા યા કરવાની સલાહ આપે છે. આ લાકા જ જમણા માર્ગે જવાવાળા હોય છે. આથી વિપરીત જે અમારું કહ્યું નથી માનતા તેઓ ડાબા હાથવાળા રસ્તે જનારા છે ને તેમના ઉપર આગ વરસે છે’ (૯૦-૧૦ થી ૨૦ ),
*
“ કાઈ અનાથને દુઃખ ન દે, ભિક્ષાર્થી ઉપર ગુસ્સો ન કરે અને સૌને પરમેશ્વરે આપેલ કૃપાવસ્તુના શુભસંદેશ સુણાવે ( ૯૩-૯ થી ૧૧).
(6
* ગુલામીની પ્રથા લગભગ બધા પ્રાચીન દેશેામાં હતી. રામમાં આને પ્રસાર વધારે હતા અને ત્યાં એણે ભયંકર રૂપ ધાર્યું હતું. રેશમમાં જેટલેા કેર ગુલામેા ઉપર વર્તાવવામાં આવતા હતા તેટલા ખીજે કથાંય ન હતા. યુરે:ષમાં તથા અમેરિકામાં આ જંગલી રિવાજ અઢારમી સદી સુધી ચાલુ હતા. કુરાને આ જૂના રિવાજને ઘણા એછે કર્યાં, યુદ્ધના કેદીઓને યુદ્ધ પછી રાખવાનું બંધ કરવામાં આવ્યું. (૪૭-૪) અને “ ગુલામાને આઝાદ કરવાનું ’’ ઘણી આયતેામાં મહાપુણ્યકાર્ય લેખવામાં આવ્યું છે. (૯૦-૧૩ વગેરે) મહંમદ સાહેબને પેાતાના જીવનકાળમાં જેટલા ગુલામા મળ્યા તે સર્વને કુરાનની આ આજ્ઞા પ્રમાણે તત્કાલ મુક્ત કરવામાં આવ્યા હેલી કુરાન,' લે॰ મહંમદ્દઅલી, પૃ. ૧૧૯૨
હતા.— ધી