________________
ગીતા અને કુરાન એક વાર અબ્દુલ્લાહ નામને આંધળે મહંમદ સાહેબ પાસે ગયે અને કાંઈક પૂછવા લાગ્યું. તે વેળા મહંમદ સાહેબ કુરેશના સરદાર સાથે વાતચીત કરતા હતા. તેઓને આ પસંદ ન પડયું. તેથી તેમણે એ આંધળા તરફની પિતાની દૃષ્ટિ બીજી બાજુ કરી. આ ઉપરથી કુરાનમાં નીચેની આયતે આવીઃ
“ તમે (મહંમદ સાહેબે) નારાજ થઈને પોતાની દૃષ્ટિ બીજી દિશામાં વાળી હતી કેમ કે એક આંધળો તમારી પાસે આવ્યો હતો. તમને કેવી રીતે સમજાય કે એ પિતાની જાતને પોતે પવિત્ર કરી શકશે; તમારાં વચનો સાંભળીને તે સુખી થશે ? અને જેઓને તમારી જરૂર નથી તેની સાથે તમે વાત કરે છે, તેઓ પવિત્ર ન થઈ શકે તે તેમાં તમારો વાંક નથી; પરંતુ જે પરિશ્રમ કરીને તમારી પાસે આવે છે, જેને પ્રભુને ડર છે, શું તેના તરફથી તમે તમારું મોઢું ફેરવી લેશે ? ના ! તમારી મોટાઈ તેને મળવામાં જ રહેલી છે”( ૮૦-૧ થી ૧૧).
“વિશેષ સંપત્તિ તમને ઈશ્વરથી વિમુખ કરે છે. એટલે સુધી કે તમે મોતના મોઢામાં જઈ પડે છે, ના, તમને જલદીથી સમજાશે; ના, ના, તમને ખબર પડી જશે. ના, તમારામાં સાચી સૂધબૂધ હોત તો તમને તમારા કર્મોનું ફળ નરક દેખાતા અને તમને તેની ખાતરી થાત. છેવટના દિને તમને પૂછવામાં આવશે કે ઈશ્વરે આપેલ વસ્તુનો ઉપયોગ કર્યો.” (૧૦૨–૧ થી ૮)
તેઓનો નાશ થશે જેઓ અધર્મથી વર્તે છે. જેઓ બીજા પાસેથી માલ લે છે તે પૂરે લે છે, પણ જ્યારે બીજાને આપે કે બીજા માટે તેલે છે ત્યારે ઓછો આપે છે” (૮૩–૧ થી ૩). * સત્ય સુવર્ણના ઢાંકણાથી ઢંકાયેલું છે.– ઉપનિષદ