________________
૨૦૮
ગીતા અને કુરાન સમયની બલિહારી નિહાળે ! જેઓ મારી વાત ઉપર વિશ્વાસ રાખે છે, કાર્ય કરે છે, બીજાઓને સત્યને ને વૈર્યને માર્ગ બતાવે છે તેમના સિવાયના બીજા સૌ નુકસાન વેઠશે” (૧૦૩–૧થી ૩).
“મનુષ્યને આ આદેશ આપવામાં આવ્યો છે– પવિત્ર મને પ્રભુનું ધ્યાન ધરે, સત્યપરાયણ તથા ધર્મપ્રિય બને, ઈશ્વરની આશિષ પ્રાર્થતા રહે તથા ગરીબોને દાન દેતા રહે; આ જ સાચે ધર્મ (દીનુલકયમહ) છે” (૯૮-૫).
“શું તમને ખબર છે કે ધર્મને ખોટો બતાવનાર કોણ છે? એવા માણસ તો એ છે કે જેઓ અનાથને સતાવે છે અને જેઓ ગરીબોને સતાવે છે અને જેઓ ગરીબેને અન્નદાન દેવા ઉપર ભાર નથી મૂકતા. આવા લે કે જ્યારે નમાજ પઢે છે ત્યારે તેમના ઉપર દયા છૂટે છે. કારણ કે તેઓ નિમાજને ધર્મ સમજતા નથી; તેઓ માત્ર બાહ્ય દેખાવ કરે છે ને દાનપુણ્યમાં પાછા પડે છે” (૧૦૭-૧થી ૭).
બૂરાઈને બદલે ભલાઈ “લે કેને આદમના બન્ને દીકરાઓની વાત સાચેસાચી સંભળાવે. આ બન્નેએ ઈશ્વરની ઉપાસના (કુરબાની) કરી; પરંતુ ઈશ્વરે એકની ઉપાસના સ્વીકારી, બીજાની નહીં. કથા આમ છે- આ બેઉમાંથી એકે કહ્યું કે હું તને સાચે જ મારી નાખીશ. બીજાએ જવાબ આપ્યો, ઈશ્વર તેની જ પ્રાર્થના
સ્વીકારશે જે બૂરાં કામોથી બચતે રહેશે. જો તું મને મારવા * કુરબાની શબ્દ “કુર્બ' થી થયો છે, જેનો અર્થ “પાસે હોવું” અથવા પાસે જવું થાય છે. સંસ્કૃત “યજ્ઞ”ને શાબ્દિક અર્થ “મળવું થાય છે. કુરબાની કે યજ્ઞ એ એવાં કામને કહેવાય છે કે જેથી મનુષ્ય પ્રભુની વધારે નિકટ જાય છે. અથવા ઈશ્વરમય થઈ જાય છે. આ રીતે કુરબાની, ઉપાસના તથા યજ્ઞ એ ત્રણનો શાબ્દિક અર્થ એકસરખે છે.