________________
ગીતા અને કુરાન વાતોમાં ફસાઈ જાય છે. દુનિયાનાં સર્વ કર્મોને કરતાં છતાં એક જ ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ. તે પરમેશ્વર સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, સૂક્ષ્મતમ, બધાંના પાલનહાર, અચિત્ય, સૂર્ય જેવા તેજસ્વી, અજ્ઞાનરૂપી અંધકારથી પર છે. જેને વેદ જાણનારા અક્ષર નામથી વર્ણવે છે, જે અનાદિ તથા અનંત છે, એને વિષે સર્વ ભૂતભાત્ર રહેલાં છે અને આ બધું તેના વડે વ્યાપ્ત છે. આ રૂપમાં સર્વની અંદર રહેલ એની પૂજા અર્ચના કરવી જોઈએ. વેદમાર્ગ એટલે કે યજ્ઞ, તપ, દાન વગેરે કરતાં આ માર્ગ સૌથી ચડિયાત છે.” (૮-૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧, ૨૨, ૨૮)
વચ્ચેના શ્લોકમાં એ દર્શાવવામાં આવ્યું છે કે મનુષ્ય પરમેશ્વરને કઈ રીતે ભજવે જોઈએ અને કઈ ધારણાઓ બાંધવી જોઈએ. કેટલાક લોકોમાં બતાવવામાં આવ્યું છે કે ક્યારે કઈ દશામાં મનુષ્ય મરી જતાં અંધારે રસ્તે પડીને સ્વર્ગ કે નરકમાં જાય છે અને ક્યારે કઈ અવસ્થામાં તે પ્રકાશમાર્ગે પળીને મોક્ષની તરફ જાય છે. ગીતાના આ લેકે (૨૪ થી ૨૭ સુધીના) સૌથી અઘરા લોકો મનાયા છે. ટીકાકારેએ પિતાની બુદ્ધિ આના ઉપર અજમાવી છે. લોકમાન્ય તિલક મહારાજે “ગીતારહસ્ય'માં અગાઉના ટીકાકાના મતને મળતા થઈને કહ્યું છે કે જે મનુષ્ય છેવટ સુધી બાહ્ય વિધિ અનુસાર વર્તે છે, તે મરણ પામતાં અંધકારમય માર્ગે જઈને સ્વર્ગના ને નરકના ચક્કરમાં ફસાય છે જ્યારે નિષ્કામ તથા નિઃસ્વાર્થભાવે કર્મ કરનાર મરણ પામતાં પ્રકાશમાર્ગે જાય છે તથા મુક્તિની દિશામાં પ્રગતિ કરે છે. (ગીતારહસ્ય', ૨૫ થી ર૯૮)