________________
ગીતાધર્મ
નવમે અધ્યાય નવમા અધ્યાયના આરંભમાં કહેવાયું છે કે બ્રહ્મજ્ઞાનનું રહસ્ય તે જ મનુષ્ય સમજી શકે છે કેઈને દ્વેષ કરતે નથી; અને આ રાગદ્વેષરહિત માનવી સાચા ધર્મનું પાલન કરી શકે છે. આ પછીના શ્લોકમાં લખ્યું છે કે
“પરમેશ્વરના અવ્યક્ત સ્વરૂપથી આ આખું જગત ભર્યું છે અને સર્વ પ્રાણીમાત્ર એમાં સમાયેલાં છે. જેમ બધે ઠેકાણે વિચરતે મહાન વાયુ નિત્ય આકાશને વિષે રહેલે છે તેમ બધાં પ્રાણી ઈશ્વરને વિષે છે” (૯-૪,૬).
જે લે કે સમજણપૂર્વક પરમેશ્વરની ઉપાસના કરે છે તેઓ એકમાં અનેકને અને અનેકમાં એકને જુએ છે; તેઓ
જ્યાં જુઓ ત્યાં ઈશ્વરનું દર્શન કરે છે. સર્વ ધર્મોમાં, સંપ્રદાયોમાં, રીતરિવાજે તથા વિધિવિધાનમાં એ જ ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે. યજ્ઞમાં યજ્ઞ તે છે, યજ્ઞની સામગ્રીરૂપ તે છે; તે જ અગ્નિ અને મંત્ર છે, તે જ અમૃત તથા મરણ છે. આ સંસારનાં માતપિતા તે છે, પાલનહાર તે છે, પિતામહ તે છે, અને તે જ ઝકાર છે. ઋવેદ, સામવેદ તથા યજુર્વેદ પણ તે છે; ગતિ, પિષક, પ્રભુ, સાક્ષી, નિવાસ, આશ્રય, હિતેચ્છ, ઉત્પાદક, સંહારક, સ્થિતિ, ભંડાર, અવ્યય, અને બીજ પણ તે જ છે. તે જ સૂર્યરૂપે તડકે આપે છે, વરસાદને રોકે છે તથા પડવા દે છે” (૯-૧ થી ૧૯).
વેદને માનનારા યજ્ઞ વગેરે કર્મોથી સ્વર્ગ ભેગવવાની લાલસા રાખે છે પરંતુ તેમને મળતાં ફળ ક્ષણજીવી હોય છે” (૯-૨૦,૨૧).
જેઓ સત્યનિષ્ઠાથી બીજા દેવોની ઉપાસના કરે છે તેઓ એક રીતે એક પરમેશ્વરની જ પૂજા કરે છે કારણ કે સર્વ