________________
જ
ગીતા અને કુરાન ચાલીસમો ભાગ ગરીબોને દાનમાં આપતા રહે) આપે, વાયદો પાળે, આપત્તિકાળે પૈર્ય ધરે–જેઓ આવા કર્મો કરે છે તેઓ જ સાચા શ્રદ્ધાળુ તથા ધર્માત્મા છે” (૨–૧૭૭).
મદીના પાસે કુબા નામે એક ડુંગરાળ પ્રદેશ છે. મક્કાથી મદીના જતાં મહંમદ સાહેબ પોતાના સાથીઓ સહિત ત્યાં કેટલાક દિવસ સુધી રહ્યા હતા. કુબામાં ડાક દિવસ પછી એક મસ્જિદ બંધાઈ. ડાંક વર્ષો પછી કેટલાક મુસલમાનેએ એક બીજી મસ્જિદ ચણવી. આ નવી મસ્જિદ બંધાવનારાઓએ મહંમદ સાહેબને વિનંતી કરી કે તેઓ એક વેળા કુબા પધારી નવી મસ્જિદમાં નમાજ ભણાવવાની તેમના ઉપર કૃપા કરે. આ બે જુદી જુદી મસ્જિદને કારણે ત્યાંના મુસલમાનમાં તડ પડવાનો સંભવ હતું. આ ઉપરથી કુરાનની આયત નીકળી.
-- “જે મસ્જિદથી ફૂટફાટ પડતી હોય ત્યાં ન જવું જોઈએ.” (૯ – ૧૦૭–૧૦૮)
મહંમદ સાહેબ તે મસ્જિદમાં ન ગયા અને તેમની આજ્ઞાથી તે મસ્જિદ પાડી નંખાવવામાં આવી.
“ દરેકને પિતપોતાની દિશા છે જે તરફ પ્રાર્થના સમયે તે પોતાનું મોટું ફેરવે છે. તેથી આવા વાદમાં ન પડતાં ભલાં કામ કરવામાં એકબીજાની સ્પર્ધા કરવાને પ્રયત્ન કરે. તમે જયાં હશે ત્યાં ઈધર તમને સૌને ભેગા કરી દેશે. ખરેખર ઈશ્વર સર્વશક્તિમાન છે.” (૨-૧૪૮)
મહંમદ સાહેબ અને ચમત્કારે
કહી દે કે હું (મહંમદ) કેઈ અનોખો પયગંબર નથી. એટલે કે હું કોઈએ ઉપદેશ નથી આપતો કે જે મારા • બહદુલમુહીત—ઈમામ અસીરુદ્દીન અબુ હસ્યાન.