________________
કુરાન અને તેને ઉપદેશ
૧૯૩
કર્મે કલને માને, દેવતાને (ફિરસ્તાઓને ) માને, સર્વે ધર્મગ્રંથાને, ધર્મપ્રવર્તકાને માને, ઈશ્વરને નામે પેાતાની કમાઈમાંથી પાતાનાં સગાંઓને, અનાથાને, ગરીમાને, અતિથિઓને ને ભિખારીઓને દાન દે, ગુલામાને મુક્તિ અપાવવામાં ધનખર્ચે, ઈશ્વરના આશીર્વાદ માગતા રહે, જકાત ( પેાતાની વાર્ષિક આવકને
મલક
ફિસ્તા તથા
"
એટલે શેતાન - આ બન્નેના ઉલ્લેખ કુરાનમાં કેટલેયે ઠેકાણે થયા છે. ધણા લેાકાની માન્યતા છે કે ફિરસ્તા’ અને શેતાન’નીચેાનિએ જુદી જુદી છે. કેટલેક સ્થળે કુરાનમાં શેતાન ” શબ્દ નઠારા મનુષ્ય માટે વપરાયા છે. (૨૧-૮૨; ૨૨–૭). કુરાનના વિદ્વાન મુસલમાન ટીકાકારોના મત કે ફિરસ્તા ના અર્થે મનુષ્યહૃદયમાં ઊઠતી સદ્દવૃત્તિઓ છે અને શેતાન દુવૃત્તિઓના સૂચક છે; દાખલા તરીકે વિખ્યાત તુર્ક વિદ્વાન મહંમદ હુતાર પાશા લખે છે કેઃ
•
›
·
.
“કુરાનમાં ફિરસ્તાના અર્થ માનવહૃદયમાં ઊઠતા ઉચ્ચ ભાવાના તથા દૈવી સંપત્તિના છે. આ વૃત્તિએ ખરું પૂછતાં તે। ઈશ્વરી દેન છે. કારણ કે કુરાનના મત પ્રમાણે દરેક શક્તિ ઈશ્વરની છે ને તેણે જ તે જન્માવી છે. કહેવાયું છે કે જ્યારે મનુષ્યમાં આત્મરાક્તિ ગ્રત થાય છે તથા કામ કરવા લાગે છે ત્યારે ફિરસ્તાએ (દેવદૂતા) પણ તે મનુષ્યને પ્રણામ કરવા લાગી જાય છે, એટલે કે એની આત્મશક્તિ સામે આ સર્વ સવ્રુત્તિએ નતમસ્તક થાય છે અને એવે મનુષ્ય જે રીતે વૃત્તિએને ચલાવવા માગે તે રીતે તે વર્તે છે. શેતાન માટે કુરાનમાં કહેવાયું છે કે તે વગર ધુમાડાની આગમાંથી જન્મ્યા છે. • જીલ માં તેને સર્પ સાથે સરખાવ્યા છે. એટલે શેતાન દુનિયાની એ પાર્થિવ તૃષ્ણાનું નામ છે કે જે સ્વચ્છંદી રીતે વર્તે છે. મનુષ્યના દિલમાં ઈન્દ્રિયસુખાની એ આગ છે. જે માનવ શ્રદ્ધાની તથા વિશ્વાસની સહાયતાથી તેના પૅનમાંથી છૂટી ન ચ તે આ આગ તેને ભસ્મીભૂત કરી દેશે. જે ફળ ખાવાનેા મનુષ્યને નિષેધ હતા તે હતા મહંતાને બલ્ક દ્વૈતભાવના વિચાર, મનુષ્યેાના દોષાનું મૂળ આ દ્વૈતભાવમાં છે, જે કારણે તે એકબીજાથી દૂર ને દૂર થતા જાય છે. આ રીતે ફિરસ્તા અને ‘શેતાન · મનુષ્યની અંદરની બે શક્તિઓ છે જેમાંની એક મિત્ર તથા ખીજી શત્રુ છે. આ બન્નેમાંથી એક ઉપર વિશ્વાસ રાખવા જોઈએ અને ખીજાથી ખચતા રહેવા માટે ઈશ્વરનું શરણ શેાધવું જોઈએ. ” ( કુરાન સૂરા ૧૧૪)— શ્રી વિઝડમ આફ્ ધી કુરાન', લે॰ મહંમદ્રે મહુતાર પાશા, પ્રસ્તાવના, પૃ. ૩૯--૪૧.
<
...
r
.
"