________________
ગીતા અને કુરાન ગણાશે અને જે કઈ કઈ પણ એકને જીવ ઉગારશે તેણે સો! મનુષ્યને જીવ બચાવ્યો એમ ગણાશે. . .” (૫-૩૨).
લે કોને કહે કે આ હું તમને દાખવું કે ઈશ્વરે કઈ કઈ વસ્તુઓની મનાઈ કરી છે–અલ્લાહની સાથે બીજા કેઈને ભેળો નહીં (એટલે કે બીજા કોઈની પૂજા ન કરે). પિતાનાં માબાપની સેવા કરે, ગરીબીને કારણે પિતાની સંતતિની હત્યા ન કરે, અલ્લાહ તમને, અને તેમને ખાવાનું આપે છે; ઉઘાડા કે છૂપા કાયિક કે માનસિક વ્યભિચારમાત્રથી છેટા રહે; માત્ર ન્યાયના કારણે સિવાય બીજા કોઈને જીવ ન લે, આ સર્વ ઈશ્વરના આદેશ છે તેને તમે સમજે.
અને કેઈ અનાથના માલ ઉપર હાથ ન નાખે; માત્ર તમે તેની સગીર અવસ્થામાં તેના ભલા ખાતર તેના માલના રક્ષણની ખાતર તેને કબજે રાખી શકે છે. જે વસ્તુ માપ કે તળે તે બરાબર માપજે–તળ; ઈશ્વરે કોઈને એવું કામ નથી સોંપ્યું કે જે તે પૂરું ન કરી શકે. અને જ્યારે બોલે ત્યારે સાચું બોલજે, ભલે તે તમારા સંબંધીની વિરુદ્ધ જતું હોય; ઈશ્વરની આજ્ઞા માને. આ જ એને આદેશ છે તે ધ્યાનમાં રાખે.
આ જ ઈશ્વરને ચીધેલ માર્ગ છે. આ જ સીધે રસ્તો છે, એના ઉપર જ ચાલે, અવળે રસ્તે ન ચાલે કારણ કે તે તમને પ્રભુમાર્ગથી દૂર દૂર લઈ જશે. આ જ ઈશ્વરને આદેશ છે જેથી તમે દુષ્કર્મોથી બચી શકશે” (૬-૧૫ર થી ૧૫૪).
સત્યને અસત્યથી ન ઢાંક; જે વાત સાચી છે તેને ન છુપાવો.
ઈશ્વરની કૃપા યાચે, ગરીબોને દાન આપે, ઈશ્વરને નમવાવાળાને નમે.