________________
ગીતા અને કુરાન ગીતામાં ઉલ્લેખ છેઃ
દુઃખથી જે દુઃખી ન થાય, સુખની ઇચ્છા ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે સ્થિર બુદ્ધિ મુનિ કહેવાય છે” (૨, ૫૬). મનુસ્મૃતિ આનું સમર્થન કરે છે;
જે માણસ કાંઈ પણ સાંભળીને, સ્પર્શીને, જોઈને, ખાઈને, પીને અને સૂંઘીને ખુશી કે દુઃખી થતું નથી તેને જ જિતેંદ્રિય લેખ જોઈએ.” ગીતામાં કથાયું છેઃ
જેની બુદ્ધિ સ્થિર થઈ છે, જેને મેહ નાશ પામ્યો છે, જે બ્રહ્મને જાણે છે અને બ્રામાં પરાયણ રહે છે તે પ્રિય પામી સુખ માનતા નથી, અપ્રિય પામી દુઃખ માનતે નથી” (૫, ૨૦). કુરાન ભાખે છેઃ
“તમારા હાથમાંથી જે વસ્તુ ચાલી ગઈ તેને ઉઠેગ ન કરે અને અલ્લાહે જે આપ્યું છે તેથી ફુલાએ નહીં...” (અલહદીદ – ૨૩)
ઇરાકના બસરા શહેરમાં રામૈયા નામે એક સૂફી બાઈ હતાં. સુલેમાનસુત જાફરે રામૈયા બંસરીને પૂછ્યું, “પ્રભુ ભક્તથી ક્યારે પ્રસન્ન થાય છે?” રામૈયાએ ઉત્તર દીધે, * મનુષ્ય જ્યારે સુખ અને દુઃખ બન્નેમાં સમાન રીતે ખુશ રહે છે ત્યારે.”
ઈરાનના એક સૂફીએ આ વિષે લખ્યું છેઃ "न शादी दाद सामाने न ग़म आभुर्द नुकसाने ब पेशे हिम्मते मा हर चे आमद बूद मेहमाने."