________________
ગીતા અને કુરાન કત માટે શ્રેયસ્કર છે અને જે તમે ઠીક સમજે તે ઉપવાસ તમારે માટે લાભકારક છે” (૨-૧૮૩, ૧૮૪).
ઈશ્વરે આ પુસ્તક (કુરાન) તમને (મહંમદ સાહેબને) આપ્યું છે, તે સત્યથી ભરેલું છે. આ પુસ્તક તેની પહેલાંનાં ધર્મપુસ્તકને સાચાં ઠરાવે છે. કુરાન પોતાની પહેલાંના ધર્મગ્રંથોની રક્ષા કરે છે તેથી ઈશ્વરે જે જ્ઞાન તમને આપ્યું છે તેને આધારે ન્યાય તેળો; લેકમાં ચાલતા તર્કવિતર્કોમાં ન ફસાતાં સત્ય કે જે પ્રભુએ તમને દાખવ્યું છે તેના ઉપર દઢ રહો. ઈશ્વરે તમારે દરેકને માટે જુદાં જુદાં વિધિવિધાન નિર્માણ કર્યા છે, એમની ઈચ્છા હતી તે તમને સૌને એક સંપ્રદાયના બનાવી દેત; પણ તમને બતાવેલ પ્રણાલી અનુસાર ઈશ્વર તમારી પરીક્ષા લેવા માગે છે. તેથી ભેદમાં ન પડતાં ભલાઈનાં કામોની સ્પર્ધા કરતા રહો. છેવટે સૌને ઈશ્વર પાસે જ જવું છે ત્યારે તમારી વચ્ચે તફાવત છે તે પ્રભુ સમજાવી દેશે” (૫–૪૮). - “અને પ્રભુ એવું નથી કરતા કે જેઓ સત્કર્મો કરતા રહે તેમને તેમની ખોટી માન્યતાઓને કારણે નુકસાન પહોંચાડે. જે ઈશ્વર ઈચછત તો સૌને એક જ માન્યતા તથા સંપ્રદાયવાળા બનાવી દેત, પરંતુ આવી વાત અંગે લેકમાં મતભેદ રહેશે”(૧૧-૧૧૭, ૧૧૮).
ધર્મમાં અજબરીની મના
ધર્મના મામલામાં બળજબરીને સ્થાન નથી” (૨-૨૫૬).
તમારા અલ્લાહની ઇચ્છા હતી તે સમસ્ત માનવસમુદાય તમારી જ વાત માની લેત. તો શું તમે લેકે ઉપર બળજબરી કરશે કે તેઓ તમારું માની જાય ? ” (૧૦–૦૯)