________________
ગીતાધર્મ
૧૩૫ થઈ પ્રાણુ અને અપાન વાયુ વડે હું ચાર પ્રકારનું અન્ન પચાવું છું. બધાંનાં હૃદયને વિષે રહેલા મારા વડે સ્મૃતિ, જ્ઞાન, અને તેને અભાવ થાય છે. બધા વેદથી જાણવા યોગ્ય તે હું જ, વેદને જાણનાર હું, વેદાન્તને પ્રગટાવનાર પણ હું જ છું” (૧૫-૧૧ થી ૧૫).
“કેમ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છે, તેથી વેદોમાં અને લેકમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું. મોહરહિત થઈને મને–પુરુષોત્તમને આમ જે જાણે છે તે સર્વ જાણે છે કે મને પૂર્ણભાવે ભજે છે” (૧૫-૧૮,૧૯).
સાળમે અધ્યાય આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છેઃ
આ લેકમાં બે જાતની સૃષ્ટિ છે. દેવી અને આસુરી. દૈવી સંપત મોક્ષ આપનારી અને આસુરી (સંપતો બંધનમાં નાંખનારી મનાઈ છે” (૧૬ - ૫, ૬).
“અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગને વિષે નિકા, દાન, દમ, યશ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈથુન, ભૂતદયા, અલોલુપતા, મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરભિમાન – આટલા ગુણે દૈવી સંપતના છે” (૧૬-૧થી ૩).
દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, અજ્ઞાન, આટલા ગુણે આસુરી સંપતવાળામાં હોય છે” (૧૬-૪).
આ પછી તેર શ્લોકમાં આસુરી સંપતવાળાની રહેણીકરણીનું વર્ણન છે. વર્તમાન સમયના પાશ્ચાત્ય નેતાઓની અને તેમનું અનુકરણ કરનારા માણસનું તાદશ ચિત્ર નીચેના તેર શ્લોકમાં છે?