________________
કુરાન અને તેને ઉપદેશ
ર૧૯ બાબતમાં કોઈના ઉપર બળજબરી ન કરવી જોઈએ.” દરેક વિષયમાં કુરાનની સ્પષ્ટ આજ્ઞા છે કે “ જે મનુષ્ય બીજાઓના સર્વ દેને માફ કરી દે, ખમી ખાય, બૂરાઈને બદલે ભલાઈથી આપે તે તેને માટે શ્રેયસ્કર છે,” “કારણ કે ઈશ્વર સૌને ક્ષમા આપવાવાળે તથા દયાળુ છે. અને “ખરેખર ઈશ્વર તેને જ ચાહે છે કે જે ભલાઈ કરે છે.”
બીજી રીતે કહીએ તો કુરાનમાં ઠેરઠેર બે વાતને ઉલ્લેખ છે. એક “ઈમાન” (વિશ્વાસ) તથા બીજી “નેક અમલ” (સત્કર્મ). “ઈમાન”નો અર્થ એ છે કે દરેક મનુષ્ય એક ઈશ્વર અને સૌ દેશમાં તથા જાતેમાં મેકલેલ પયગંબરો ઉપર, પ્રભુપાઠવેલ ગ્રંથ ઉપર, પિતાની સદુપ્રવૃતિઓ ઉપર અને પરલોક જીવન ઉપર શ્રદ્ધા રાખે. નેક અમલ” (સત્કર્મ) ને અર્થ એ છે કે દરેક મનુષ્ય આત્માને કાબૂમાં રાખે તથા પોતાના દેહથી, ધનમાલથી, તથા દિલથી સૌની સાથે સદ્વ્યવહાર રાખે.” કુરાનના મૂળ સિદ્ધાંતોની વાત છે ત્યાં સુધી તો દુનિયાના સર્વ ધર્મગ્રંથની માફક કુરાન સૌ દેશને, જાતને તથા સૌ મનુષ્યોને વારસે છે; તથા કોઈ પણ સત્યાન્વેષીને ધર્મની તથા આત્માની ઉન્નતિનો માર્ગ દેખાડવા માટે પર્યાપ્ત છે. સદ્ભાવથી જેનારને એમ જરૂર લાગશે કે કુરાન માનવધર્મને ઉપદેશ આપે છે જે દુનિયા માટે એકસરખે છે અને સૌ ધર્મોને મણિ છે. આ માનવધર્મને હિંદુ સંતોએ પ્રેમધર્મ” તથા મુસલમાન સૂફીઓએ “મઝહબે ઈશ્ક” કહ્યું છે.