________________
કુરાન અને તેને ઉપદેશ
૧૭૧ “યહૂદીઓ કહે છે કે યહૂદીઓ સિવાય બીજા કઈ સ્વર્ગમાં જઈ શકતા નથી, ઈસાઈએ પણ તેમ જ કહે છે; પણ આ સર્વ મંતવ્ય ખોટાં છે. આ લેકોને કહે કે જો તમે સાચા છે તે તમે તમારાં ધર્મપુસ્તકે વડે સાબિત કરે.
ના, જે કઈ પિતાને ઈશ્વરાધીન માને છે અને જે બીજાની સાથે ભલાઈ કરે છે, તેને ઈશ્વર સારું ફળ આપશે જ. તેને ન કોઈ વાતને ભય છે કે શેક” (૨–૧૧૧, ૧૧૨).
અને આ પણ નિર્વિવાદ વાત છે કે તમારા (મહંમદ સાહેબ) પહેલાં પણ અમે આ પૃથ્વી પર પયગંબરે પાઠવ્યા છે . . . જુદા યુગ માટેના જુદા ધર્મગ્રંથો છે; ઈશ્વર ધારે તેને રદ કરે છે ને ધારે તેને ચાલવા દે છે. અને આ સર્વ ધર્મપુસ્તકની અસલી ભા–“ઉમ્મુલ કિતાબ'–તો ઈશ્વરની જ પાસે છે” (૧૩-૩૮, ૩૯).
દરેક યુગપુરુષ (પયગંબર) જે સંદેશ આપે છે તેની એક કાળમર્યાદા છે, જેની જાણ તમને થઈ જશે”(૬-૬૭).
“હે મનુષ્યો ! જે તમારામાં કોઈ યુગપુરુષ આવે અને પ્રભુને સંદેશ સંભળાવે તે તમે સુરક્ષિત છે. જે દુષ્કર્મોથી બચશે અને સત્કર્મો કરશે તેને કઈ પણ વાતને ભય કે શોક નથી” (૭–૩૫).
“દરેક કામમાં યુગપુરુષો જમ્યા છે” (૧૦-૪૭).
“દરેક કામમાં ધર્મમાર્ગ બતાવનાર જમ્યા છે” (૧૩–૭).
“હે મહંમદ ! સાચે જ ઈશ્વરે તમને સત્યનું ભાથું બાંધી મોકલ્યા છે જેથી તમે મનુષ્યોને તેમનાં ભલાં કામ માટે શુભ સંદેશ સુણ ને બૂરાં કામ કરનારને ચેતવણું આપે. કોઈ પણ એવી કામ નથી કે જેમાં દુષ્કર્મો કરનારને ચેતવણી આપનાર ન અવતર્યા હોય” (૩૫–૨૪).