________________
૧૭૦
ગીતા અને કુરાન, ધીરજ રાખે કારણ કે જેઓ બીજાની સાથે ભલાઈ કરે છે તેની ભલાઈનાં ફળ ઈશ્વર કદીયે એળે જવા દેતો નથી” (૧૧–૧૧૪,૧૧૫).
સો મનુષ્ય એક કેમ છે “સૌ મનુષ્યો એક જ “વાહિદ ઉમ્મત ૧ એટલે કે એક કેમના છે”(૨–૨૧૩).
અને મનુષ્ય આ સિવાય બીજું કાંઈ નથી, સૌ એક કેમ છે” (૧૦–૧૯).
સાચે જ તમે સૌ મનુષ્યો એક કામના છે અને એક જ ઈશ્વર સૌને પાલક છે. તેથી સૌ એની જ પ્રાર્થના કરે. લકોએ અલગ અલગ થઈને પિતાના વાડાઓ બનાવ્યા છે પણ સૌને એક જ પ્રભુ પાસે જવું છે” (૨૧-૯૨,૯૩).
પૃથ્વી પર ચાલનારાં જાનવર તથા આકાશમાં ઊડનારાં પક્ષીઓ સૌ મનુષ્યની માફક એક એક કોમનાં છે. અમે આ ગ્રંથમાં કોઈને ભૂલ્યા નથી, છેવટે સૌએ એક ઈશ્વર પાસે જવું છે” (૬-૩૮).
સૌ ધર્મો એક છે મુસલમાન, યહૂદી, ઈસાઈ કે સાબીર ભલે ગમે તે હેય, જેઓ ઈશ્વરને માને છે, કર્મફલના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે, તથા ભલાં કર્મો કરે છે તે સૌને પિતાના પાલક તરફથી સારાં ફળ મળશે એ નિઃસંદેહ છે; એમને કઈ વાતને ભય કે શક નથી” (૨-૬૨; ૫-૬૯).
૧. અરબી “હમત' શબ્દનો અર્થ કામ તથા ધર્મ અને થાય છે. અહીં તે બને અર્થમાં વપરાય છે.
૨. એ કાળને એક ધર્મ જેને માનનારા ઈશ્વરમાં માનવાવાળા હતા જેઓ ઈશ્વરનાં પ્રતીક સૂર્ય ને ચંદ્રને પૂજતા હતા.