________________
૨૦
ગીતા અને કુરાન “અભ્યાસથી અને વૈરાગ્યથી તે વશ કરી શકાય (૬–૩૫). જેનું મન પિતાને વશ નથી તેને યોગસાધના બહુ કઠિન છે (૬-૩૬); બાહ્ય નિયમો આમાં મદદરૂપ નથી નીવડતા; યોગની ઈચછા જેનામાં ઉત્પન્ન થઈ છે. તે સકામ વૈદિક કર્મ કરનારની સ્થિતિને ઓળંગી જાય છે,” (૬-૪૪).
અને જે આ દિશામાં સાચો પ્રયત્ન કરે છે પછી ભલેને એનું મન ડગી જાય અથવા પૂર્ણ સફળતા એને ન મળી શકે તો પણ એને પ્રયત્ન અફળ નથી જત અને એની દુર્ગતિ નથી થતી. ભવિષ્યમાં તે પ્રગતિ જ કરે છે. તપ, જ્ઞાન અને કર્મકાંડ કરતાં આ માર્ગ ચડિયાત છે.” (૬-૩૭ થી ૪૬)
સાતમે અધ્યાય જેઓ પરમેશ્વરને મેળવવા ચાહે છે તેમને માટે સાતમા અધ્યાયમાં કહેવાયું છે કે તે સર્વ સ્થળે ને સર્વ વસ્તુઓમાં વ્યાપેલે છે. એક ઈશ્વર અને અનેક દેવદેવીઓમાંનો તફાવત દર્શાવાયે છે; અને એક જ ઈશ્વરનું ધ્યાન ધરવા ઉપર ભાર મૂકવામાં આવ્યું છેઃ
“પરમેશ્વરની બે પ્રકૃતિએ છે–પરા તથા અપરા. આ બંનેમાંથી આ સૃષ્ટિ ઉભવી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંભાવ આ આઠ ઈશ્વરની અપરા (સ્થલ) પ્રકૃતિ છે અને આ સર્વ જેને આધારે નભી રહ્યું છે તે ઈશ્વરની પરા પ્રકૃતિ છે, ઈશ્વર જ સૌને જન્માવનાર તથા મારનાર છે. આ સંસાર ઈશ્વરમાં પરોવાયેલું છે જેમ માળાના મણકાઓ દોરામાં. પાણીમાં રસ, સૂર્યચંદ્રમાં તેજ, વેદમાં છે, આકાશમાં શબ્દ, પુરુષોમાં પરાક્રમ, પૃથ્વીમાં સુગંધ, અગ્નિમાં તેજ,