________________
ગીતાધર્મ જેવું પ્રકાશમય જ્ઞાન પરમ તત્વનાં દર્શન કરાવે છે. જ્ઞાનસૂર્ય વડે જેમનાં પાપ ધોવાઈ ગયાં છે તેવા, ઈશ્વરનું ધ્યાન ધરનારા, મેક્ષને પામે છે ” (૫–૧૫ થી ૧૭).
विद्याविनयसम्पन्ने प्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ।।
“ વિદ્વાન અને વિનયવાન બ્રાહ્મણને વિષે, ગાયને વિષે, હાથીને વિષે, કૂતરાને વિષે અને કૂતરાને ખાનાર માણસને વિષે જ્ઞાનીએ સમદષ્ટિ રાખે છે”(૫-૧૮).
“જેમનું મન સમત્વને વિષે સ્થિર થયું છે તેમણે આ દેહે જ સંસારને છ છે, બ્રહ્મ નિષ્કલંક અને સમભાવી છે તેથી તેઓ બ્રહ્મને વિષે જ સ્થિર થાય છે” (પ-૧૯ ).
“વિષયજન્ય ભાગો અવશ્ય દુઃખનું કારણ છે. સમજુ મનુષ્ય એમાં ફસાત નથી. દેહાત પહેલાં જે મનુષ્ય આ દેહે જ કામ અને ક્રોધના વેગને સહન કરવાની શક્તિ મેળવે છે તે મનુષ્ય સમત્વને પામે છે, તે સુખી છે. જેને અંતરને આનંદ છે, જેને અંતરમાં શાંતિ છે, જેને અવશ્ય અંતર્નાન થયું છે તે બ્રહ્મરૂપ થાય છે અને નિર્વાણને પામે છે. આ તેને જ મળે છે કે જે ઠંદથી પર છે, જેણે મન ઉપર કાબૂ મેળવ્યું છે અને જે પ્રાણીમાત્રના હિતમાં જ પરોવાયેલું રહે છે. આવા જ ઋષિ બ્રહ્મનિર્વાણ પામે છે” (૫-૨૨થી ૨૬). આ પછીના ત્રણ લેકમાં ભેગાભ્યાસને ઉલ્લેખ છે.
બહારના વિષયોને બહિષ્કાર કરીને, દષ્ટિને ભ્રકુટિ વચ્ચે સ્થિર કરીને, નાસિકા વાટે જતા આવતા પ્રાણુ અને અપાન વાયુની ગતિ એકસરખી રાખીને, ઈન્દ્રિય, મન અને બુદ્ધિને વશ કરીને, તથા ઈચછા, ભય અને ક્રોધથી રહિત થઈને જે મુનિ મોક્ષને વિષે પરાયણ રહે છે તે સદા મુક્ત જ છે અને તે જ શાંતિ પામે છે” (પ-ર૭થીર૯).