________________
ગીતા અને કુરાન આ માટે શ્રદ્ધાની તથા ઈન્દ્રિયનિગ્રહની આવશ્યકતા છે (૪-૩૧).
પાંચમા અધ્યાય પાંચમા અધ્યાયમાં અને ફરી એ જ પ્રશ્ન કર્યો છે કે “સાંખ્યમાર્ગ” અને “કર્મમાર્ગ” એ બેમાંથી કયે માર્ગ ચડિયાત ગણાય? એટલે કે સર્વ કર્મો છેડીને સંન્યાસ” તથા “જ્ઞાન”ને આશ્રય લે, કે દુનિયામાં રહેતાં છતાં સર્વ કર્મો કરવાની સાથે સાથે આત્માની ઉન્નતિ કરવાની કેશિશ કરવી ? આના ઉત્તરમાં ગીતાએ આ બન્ને માર્ગોમાં રહેલી એકતા બતાવીને બનેને સમન્વય કરવાને સુંદર પ્રયત્ન કર્યો છે. શ્રીકૃષ્ણ જવાબ આપ્યઃ
“સાંખ્ય અને યોગ જ્ઞાન અને કર્મ એ બે નોખાં છે, એમ અજ્ઞાની કહે છે, પંડિત નથી કહેતા. એકમાં સારી રીતે સ્થિર રહેનાર પણ બનેનું ફળ મેળવે છે. જે સ્થાન સાંખ્યમાગી પામે છે તે જ વેગી પણ પામે છે. જે સાંખ્ય અને યોગને એક રૂપે જુએ છે તે જ ખરે જેનારો છે.” (પ-૪,૫) વળી કહ્યું છેઃ
તે જ મનુષ્ય સાચો સંન્યાસી છે કે જે કોઈને જ નથી કરતે કે ઈચ્છા નથી કરતે; દૂધથી પર છે, પોતાના ધર્મપાલનમાં જે મંડયો રહ્યો છે, જેનું હૃદય વિશુદ્ધ છે, જેણે મન અને ઈન્દ્રિયોને જીત્યાં છે, જે ભૂતમાત્રને પિતાના જેવાં જ સમજે છે; જે મનુષ્ય કર્મોને બ્રહ્માર્પણ કરી આસક્તિ છેડી વર્તે છે તે આત્મશુદ્ધિ કરે છે” (૫-૩થી ૧૧).
જેઓ સમજપૂર્વક સ્વધર્મપાલનમાં મંડયા રહે છે તેમના અજ્ઞાનને આત્મજ્ઞાન વડે નાશ થાય છે. તેમનું તે સૂર્યના