________________
ગીતા અને કુરાન
કરે, સદા સત્ય મેલે, પાતામાં મસ્ત રહે, નિર્ભય થઈ પ્રભુપ્રાર્થના કરે, કાઈથી માહ સંબંધ ન રાખે. હું દાદુ ! આ સંસારમાં આવા મનુષ્યેા બહુ જ થાડા છે. ’’
૯૯
આ દુનિયામાં હજારા વરસાથી વસુધૈવ કુટુમ્બમ્ એટલે કે આ પૃથ્વીમાં રહેવાવાળા સર્વ એક કુટુંબ સમાન છે એવું ખેાલાતું રહ્યું છે. આપણે એ જોઈ ગયા કે કાઈ પણ ધર્મ એવેા નથી કે જેણે પેાતાના અનુયાયીઓ સમક્ષ આ ઉદ્દેશ ન રાખ્યા હાય; વળી આપણે એ પણ જાણી લીધું કે કેાઈ સંત કે મહાત્મા, સૂફી કે ફકીર, એવે નથી કે જેના હૃદયમાં આ ભાવના તીવ્રપણે રમતી ન હોય કે આ દુનિયામાં મનુષ્ય મનુષ્ય વચ્ચેના અંતરાયે કે જે એકમેકને અળગા રાખે છે તે કોઈ પણ પ્રકારે તૂટી જાય. પ્રકૃતિનું વલણ એ બાજુ જ છે. તે પણ માનવ સમાજને એ દિશાએ લઈ જઈ રહી છે. વેદમાં ઉક્તિ છે કે :
समानी व आकूतिः, समाना हृदयानि वः, समानमस्तु वो મનો, થયા વ: મુસાસતિ, સમાની ત્રવા, સદ્ યો અન્નમાશ:, समाने योक्ते, सहवो युनज्मि, सम्यञ्चो अग्निम् सपर्यंत, अनामिमिवामितः । संव्बंगच्छ, संवदध्वं, संवो मनान्सि
जानताम् ।
“ તમારી સૌની આવશ્યકતા એક હા, સર્વનાં દિલ હળેલાંમળેલાં હા, મન એક હા, આમાં જ સર્વનું શ્રેયસ્ છે, તમે સહુ મળીને કામ કરે, ભેગ ભાગવે, ઈશ્વરે તમને સૌને એક જ મહાન કાર્યમાં પરાવ્યા છે.