________________
દુનિયાના સર્વ ધર્મો એક છે આત્મજાત તમને એ જ રીતે એક જ દિશામાં લઈ જઈ રહી છે. જે રીતે પિડાંના આરા નાભીને એક જ દિશામાં ચલાવે છે. તમે સૌ સાથે રહે, એક જ અવાજે બેલે, સૌની બુદ્ધિ એક જ દિશામાં કામે લાગે અને એક જ સત્યને પિછાણે.”
જે સૃષ્ટિનું ચિત્ર આ વેદમંત્રમાં આલેખાયું છે તે દુનિયાની શુભ ઘોષણા હરેક ધર્મ કરતે રહ્યો છે. અને દરેક ધર્મે દુનિયાને તેવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દુનિયાના સર્વ દેશોને તથા સમય સમયના પેગંબરને સમક્ષ રાખી પવિત્ર કુરાનમાં કહેવાયું છેઃ
હે પયગંબરે ! સાચે જ તમારા આ સર્વ સંપ્રદાયે એક જ ધર્મ છે અને હું તમારે નિયંતા છું, તે તમે મારાથી ડરીને ચાલે. પરંતુ મનુષ્યએ પિતાના ધર્મના આપસ આપસમાં ભાગલા કરી નાખ્યા અને દરેક સંપ્રદાય પાસે જે કાંઈક છે તેમાં જ એ મસ્ત છે” (મોમેનૂન ૫૧-૫૪). બાઈબલમાં વચન છેઃ
તમારી સૌની બુદ્ધિ એકસરખી ચાલે. સૌની સો પ્રત્યે સહાનુભૂતિ હેય, એકમેક સાથે પ્રીતસંબંધ જોડે, સૌના દિલમાં દયા હોય. સૌમાં નમ્રતા હોય. બૂરાઈને બદલે બૂરાઈથી કોઈ ન લે, ગાળના બદલામાં ગાળ ન દે, સૌ એકમેકનું ભલું ઈચ્છે; દિલ સૌનાં મળેલાં હોય : સૌ એકમેકની સાથે શાંતિથી રહે ” (કુરિંથીઓને પત્ર).
પ્રભુ મનુષ્ય મનુષ્યમાં કાંઈ ભેદ નથી રાખતે. માનવ કોઈ પણ જાતિને હેય પણ જે તે ઈશ્વરથી ડરીને ચાલતે હોય તથા સત્કર્મો કરતો હોય તે ઈશ્વર એને અપનાવે છે” ( રસૂલ કે માલ).