________________
ગીતા અને કુરાન મૂકવામાં આવ્યાં છે અને ગીતાને તે ગાયનું દૂધ અને
મહાન અમૃત”ની ઉપમા મળી છે. આ ઉપમા ઘણે અંશે વાસ્તવિક છે. એ જ માહાભ્ય’માં કહેવાયું છે કે જેણે ગીતાને પાઠ સારી રીતે કરી લીધું છે” તેને “બીજાં શાસ્ત્રો વાંચવાની” જરૂર નથી. ખરેખર ગીતા તે સમયના સર્વ ધર્મશાસ્ત્રોને નિચોડ છે. સંસ્કૃત પુસ્તકે માં ગીતાને પ્રચાર સૌથી વધારે છે. પાછલાં હજારો વર્ષોમાં કુરાનને બાદ કરતાં કોઈ પણ ગ્રંથનાં અનેક ભાષ્ય રચાયાં હોય તે તે ગીતાનાં જ. હિંદુસ્તાની સંસ્કૃતિનું ગીતા એક ઉત્તમ કુસુમ છે એ નિર્વિવાદ વાત છે. ગીતા એ એક એવું પુસ્તક છે કે જે કાળમર્યાદાથી પર છે આ પૃથ્વીના પ્રત્યેક દેશની તે સર્વ કાળ માટેની મતા છે, એ સર્વને માટે લાભદાયી છે અને તેને માટે સૌને અભિમાન હોવું જોઈએ. ગીતા દુનિયાના ચિરજીવી ગ્રંથમાંનો એક છે.
કઈ પણ દેશના મનુષ્યને દરેક સમયે એકસરખી મુસીબતે નડે છે. આ મુશ્કેલીઓનાં નામે કાળે કાળે બદલાતાં રહે છે. ક્યારેક કોઈક પ્રશ્ન આગળ આવે છે તે ક્યારેક કેઈક; પરંતુ મૂળમાં કઈ ફેરફાર નથી થતા. દરેક માનવીના તથા સમાજના અંતરાત્મામાં સ્વાર્થપરમાર્થ, અહંતા તથા ઈશ્વર સાથેનું યુદ્ધ ચાલુ જ છે. આ યુદ્ધમાં રૂપ બદલાતાં રહે છે. અહંતા નાના નાના સ્વાર્થ રૂપે આપણું આખે ઉપર પડળ ચઢાવે છે, આથી આપણે પિતા ને પારકાને ભેદ અનુભવવા લાગીએ છીએ અને આપણું શ્રેયમાર્ગને આપણે દેખી શકતા નથી. આ જ