________________
કુરાન અને તેને ઉપદેશ
૧૭૩ હે મહંમદ! તમને ઈશ્વરે પૂર્ણ જ્ઞાનમાંથી જે કાંઈ આપ્યું છે તેનું મનન કરે અને પ્રાર્થના કરતા રહે. ખરેખર પ્રાર્થના માણસને દુષ્ટતાથી દૂર રાખે છે; ઈશ્વરનું સ્મરણ કરવું એ સારી વસ્તુ છે જે કાંઈ તમે કરે છે તેની જાણ પ્રભુને છે.
“અને જેની પાસે બીજા ધર્મગ્રંથે છે તેમની સાથે વાદવિવાદ ન કરે; જે ચર્ચા કરે તે મીઠાશથી કરે; એ લોકોને ત્યજી દે જે જુલમ કરે છે, તેમને કહે કે અમે એ ધર્મગ્રંથને માનીએ છીએ જે અમને આપવામાં આવ્યા છે તથા બીજા ધર્મગ્રંથોમાં પણ વિશ્વાસ રાખીએ છીએ કે જે તમારી પાસે છે; આપણે બંનેને ઈશ્વર એક જ છે અને તેના જ અમે “મુસલિમ ? છીએ એટલે કે તેની ઈચ્છાને અનુસરીએ છીએ” (૨૯-૪૫, ૪૬).
દુનિયાભરના આગલા પાછલા સર્વ પયગંબરને દૃષ્ટિ સમક્ષ રાખીને અલ્લાહે કહ્યું છેઃ
* “મુસલિમ” અને “ઇસલામ” આ બન્ને શબ્દો જુદી જુદી રીતે વારંવાર કુરાનમાં વપરાયા છે. ઇસલામ” શબ્દ “સલમ ”માંથી નીકળ્યો છે જેને અર્થ છે “ગરદન ઝુકાવવી ' (માથું નમાવવું) એટલે કે પિતાને બીજાની મરજી ઉપર છાડ. “ઇસલામ અને અર્થ છે – પિતાને સર્વસ્વ રીતે ઈશ્વરની ઇચ્છા ઉપર છોડો. મુસલમાન” કે–મુસલિમ ” નો અર્થ છે જેણે પોતાની જાતને ઈશ્વરની ઇચ્છા ઉપર છોડી દીધી હોય. આ અર્થોમાં “ઇસલામ” તથા “મુસલિમ’ શદે કુરાનમાં અવારનવાર વપરાયા છે (૩-૧૯ વગેરે). આ અર્થમાં જ મહંમદ સાહેબ પહેલાંના સર્વ પયગંબરોના ધર્મોને “ઇસલામ’ તથા તેના અનુયાયીઓને કુરાનમાં “મુસલિમ ” ચા મુસલમાન” એમ કહેવામાં આવ્યા છે.(૨૨–૭૮ વગેરે.)
કોઈક “ઇસલામ” ને “સલામ’ સાથે જોડે છે. “સલામ” નો અર્થ “શાંતિ' થાય છે. કુરાનમાં એક જ જગ્યાએ આ અર્થમાં એ શબ્દ વપરાય છે (૧૦-૨૫). પરંતુ ઇસલામ ધર્મનો અર્થ કુરાનના ઉપદેશ પ્રમાણે ઈશ્વરાર્પણ કરવું એ છે.