________________
૧૭
ગીતા અને કુરાન હે રસૂલે ! પવિત્ર ખોરાક ખાઓ, ભલાં કામ કરે, જે તમે કરે છે તે પ્રભુની જાણ બહાર નથી.
તમારા આ અલગ અલગ ધર્મો તથા કામે એક જ ધર્મ તથા કેમ છે અને તમારે સૌને પ્રભુ એક જ છે તેથી એક પરમાત્માનું ધ્યાન ધરે.
પરંતુ લેકએ પિતાના ધર્મના ભાગલા કરી નાખ્યા અને દરેક સંપ્રદાય પોતાની પાસે છે તેમાં જ મસ્ત રહે છે.
આ સર્વ અજ્ઞાન છે . . . ” (૨૩–૫૧ થી ૫૪).
“જેઓ અલ્લાહ અને તેના પયગંબરોને નથી માનતા, અને જેઓ અલ્લાહ અને તેના પયગંબરમાં ભેદ જુએ છે અને કહે છે કે અમે અમુક રસૂલોને માનીએ છીએ અને અમુકને માનતા નથી અને આમાંથી પોતાનો જુદો રસ્તે કાઢવા ઈચ્છે છે ખરેખર તે લેકે જ પાકા “ કાફિર' (કતશ્રી – નગુણું ઈશ્વરને આભાર ન માનનારા) છે, પરમામાએ તેમને માટે અપકીતિ ને પતનની સજા ઠરાવી રાખી છે” (૪–૧૫૦,૧૫૧ ).
હે મહંમદ ! સાચે જ ઈશ્વરે તમને એ રીતે પ્રેરણું (વહી) આપીને જ્ઞાન આપ્યું. છે જે રીતે નૂહ અને તે પછીના ધર્મપ્રવર્તકોને. તે જ રીતે ઈશ્વરે ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઈસાક, યાકૂબ તથા તેમની કેમે, ઈસા અયૂબ, યુનુસ, હારૂન તથા સુલેમાનને જ્ઞાન બન્યું હતું અને તે જ રીતે દાઉદને “ઝબૂર” ધર્મગ્રંથ આપ્યું હતું.
ઈશ્વરે દુનિયામાં જે જે ધર્મપ્રવર્તકે મોકલ્યા તેમાંના કેટલાકની હકીકત કહી છે અને કેટલાકની કહી નથી” (૪–૧૬ ૩,૧૬૪).
અને એમાં કાંઈ શક નથી કે ઈશ્વરે મહંમદ સાહેબ પહેલાં સર્વે કેમમાં પયગંબરો પાઠવ્યા છે” (૬–૪૨ ),