________________
ગીતા અને કુરાન અને કાયમ રાખે છે. અને આ સર્વ ધર્મગ્રંથોની માતા પ્રભુ પાસે જ છે” (રાદ-૩૮-૩૯).
“હે મહંમદ ! સાચેસાચ અલ્લાહ તમને સત્યને સંદેશો આપીને મોકલ્યા છે. જેથી તમે લોકોને ભલા કામને બદલે ભલે મળશે તેવો શુભ સંદેશ આપે તથા દુષ્ટ કૃત્યના પરિણામથી જનતાને સાવધાન કરે. કોઈ પણ પ્રજા એવી નથી કે
જ્યાં બૂરાં કામોનાં ફળની જાણ કરાવનાર ન મોકલાયો હોય” (મલાયકા-૨૪).
“ અને અલ્લાહે જે કોઈ પયગંબરે મોકલ્યા છે તે એટલા માટે છે કે ભલાં કાર્યોનું પરિણામ ભલું આવશે તેવા શુભ સમાચાર આપે તથા ખરાબ કામોનાં પરિણામોની જાણ કરાવે. આ વાત જે માન્ય રાખી ભલું કામ કરે તેને કોઈ પ્રકારને ડર નથી હોત કે નથી હેતે તેને કશોયે શેક” (અનઆમ-૪૮).
હવે રહ્યો જુદા જુદા ધર્મોને પ્રશ્ન. આ વિષે ગીતા ભાખે છેઃ
“જે લો કે મને જે રીતે શોધે છે તે રીતે હું તેમને મળું છું. સર્વ દિશાએથી આવીને લેકે મને જ મળે છે” (૪, ૧૧). કુરાનમાં આ જ વિષય અંગે કહેવાયું છેઃ
“ અલ્લાહે સર્વ માટે નિરનિરાળા રીતરિવાજે તથા પૂજાવિધિઓ નિર્માણ કર્યા છે. અલ્લાહની ઈચછા હોત તો તમને સને એક જ ન્યાતના બનાવી દેત. પરંતુ અલ્લાહની ઈચ્છા હતી કે જેને જે માર્ગ દેખાડ્યો છે તે રસ્તે જ તે ચાલે; તેથી આ ભેદભાવોમાં ન પડે ને સત્કાર્યોની હેડ કરે. સર્વને આખરે અલ્લાહની સમીપ જવાનું છે” (માયદા-૪૮).