________________
દુનિયાના સર્વ ધર્મો એક છે “ દરેકની પિતાની દિશા છે, નમાજ સમયે તે તે બાજુ મોં ફેરવે છે. તેથી વાદવિવાદમાં ન પડીને ભલાઈ કરવામાં એકબીજાની સ્પર્ધા કરે. તમે જ્યાં હશે ત્યાં તમને સૌને અલ્લાહ ભેળવી દેશે, અલ્લાહ સર્વશક્તિમાન છે” (બકરહ–૧૪૮). એક સૂફી વદે છે: "हमा कस तालिबे यारन्द चे हुशियार चे मस्त हमा जा खान) अिश्क अस्त चे मसजिद ये कुनिश्त "
શું ચતુર શું મત્ત, સર્વ એ જ પ્રીતમને શોધે છે. શું મસ્જિદ શું મંદિર, સર્વ એનાં જ પ્રેમ આસન છે.” પુષ્પદન્તાચાર્યો મહિમ્નસ્તેત્રમાં કહ્યું છેઃ
પોતપોતાના સ્વભાવ અનુસાર ઈશ્વરની શોધ તથા સેવા કરનારા સીધી કે આડા અનેક માર્ગે જાય છે. પરંતુ સર્વ જણ એક જ દિશામાં જઈ રહ્યા છે જે રીતે સર્વ નદીઓ જુદે જુદે રસ્તે થઈને એક જ સમુદ્રમાં મળી જાય છે.” વળી એક સૂફી કવિ કહે છેઃ ___ "कुफ्रो अिसलाम दर रहत पोयां
बहदहू लाशरीक लह गोया" “કુફ્ર અને ઇસ્લામ અને એક ઈશ્વરને રસ્તે જઈ રહ્યા છે. અને એક જ વાત કહે છે કે પ્રભુ એક છે, તેને કોઈ જેટે નથી.”
અત્યાર સુધી અમે જે કાંઈ લખ્યું છે તેથી ગીતાની તથા કુરાનની સમાનતા ઉપર પ્રકાશ પડયો છે. પણ તપાસ કરવામાં આવે એ પણ જણાશે કે આ બન્ને ગ્રંથોમાં કેટલીક વાતે એકબીજાથી વિરુદ્ધની પણ મળી આવે એમ