________________
ક
ગીતા અને કુરાન છે. આગળ ચાલતાં અમે એ બતાવવા ઈચ્છીએ છીએ કે દુનિયાના સર્વ ધર્મોમાં અથવા તો ગીતા અને કુરાનમાં કોઈ પણ પ્રકારને ભેદ દેખાડી શકાય એમ નથી. ખરી વાત એ છે કે તત્ત્વજ્ઞાનની વાત અને ધર્મની સૂક્ષ્મતા વિષે ફાવે તેટલી ચર્ચા કરી શકાય એમ છે અને ઘણી ચર્ચા થઈ પણ છે. પણ આ સંસારમાં આપણી મુખ્ય ફરજ શી છે, તે ફરજ અદા કરવા માટે શું કરવું જોઈએ, એના પાલનમાં નડતી મોટામાં મોટી મુશ્કેલીઓ કઈ આ અડચણે કઈ રીતે ટાળી શકાય, અને એનું નિવારણ થવાથી આ સંસારમાં વૃદ્ધિ પામવામાં, ભલા થવામાં, આવતા ભવને સુધારવામાં, ઈશ્વરની વધુ સમય જવામાં, મોક્ષ મેળવવામાં કઈ રીતે મદદ મળે છે, – આ મુદ્દા ઉપર દુનિયાના સર્વ ધર્મો સાધારણ રીતે, તથા ખાસ કરીને ગીતા તથા કુરાન એક જ વિચારધારા તથા એક જ માર્ગ દર્શાવે છે. હવે અમે દેખાતે દ્વારા જણાવીશું કે આ પ્રશ્નોના કેવા ઉત્તરો આ અને પુસ્તકમાંથી મળે છે.
સંસારમાં આપણે પરમ ધર્મ કર્યું એવું ભાખનારાં ગીતાવાક્યો નીચે પ્રમાણે છે:
“ તે જ માણસ પ્રભુ પાસે પહોંચી શકે છે જે કોઈ પ્રાણી સાથે વેર રાખતો ન હોય” (૧૧, ૫૫).
મોક્ષ તેને જ મળી શકે છે, પાપ તેનાં જ દેવાય છે કે જેના મનની શંકા ટળી ગઈ હોય, જેણે ગર્વને છો હોય અને જે સદાય પરહિતકાર્યોમાં મગ્ન હેય” (૫, ૨૫).
“સમજદાર આદમીએ નિઃસ્વાર્થભાવે બીજાનું હિત વાંછીને કામ કરતા રહેવું જોઈએ” (૩, ૨૫).