________________
દુનિયાના સર્વ ધર્મો એક છે. “જે માણસ પોતાની પેરે સૌને પિખે છે, સર્વનાં સુખદુઃખને પોતાનાં સુખદુઃખ માને છે તે જ મહાન યોગી કહેવાય છે” (૬, ૩૨).
સૃષ્ટિના આરંભમાં ઈશ્વરે યજ્ઞ દ્વારા સર્વ પ્રાણીમાત્રને ઉત્પન્ન કરીને તેમને કહ્યું કે આ યજ્ઞથી જ (એટલે કે એકમેકની ભલાઈનાં કર્મોથી જ) ફૂલજે ફળ અને આ ભલાઈનાં કર્મો જ તમને સારી સારી વસ્તુઓ અપાવનાર નીવડે ” (૩, ૧૦).
જે ભલે પુરુષ બીજાને ખવડાવીને શેષ રહેલું ભજન કરે છે તે સર્વ પાપોથી છૂટી જાય છે, અને જે પાપીઓ પિતા માટે જ રાંધે છે તેઓ પાપનું ભોજન કરે છે (૩, ૧૩).
બીજાઓની સેવામાં તથા પરહિતનાં કાર્યોમાં લાગ્યા રહેવું એ પરમ ધર્મ છે. આ વિષે માત્ર ગીતાએ જ નહીં પરંતુ હિંદુ ધર્મના અન્ય ગ્રંથાએ પણ ભાર મૂક્યો છે. પુરાણમાં કહ્યું છેઃ
તુલસીમાળા ગળામાં રાખવી, વિશિષ્ટ પ્રકારનું તિલક કરવું, શરીરે રાખ ચળવી, તીર્થાટન કરવું, પુણ્ય ક્ષેત્રોમાં સ્નાન કરવું, હવન કરો, જપ કરો, અથવા મંદિરોમાંના ઠાકોરજીનાં દર્શન કરવાં – આમાંનું કેઈ કામ બીજાની ભલાઈ કરવામાં મંડયા રહેવા જેટલું ઊંચું નથી; ભલાઈનાં કામે જ માણસને પવિત્ર બનાવે છે.” વળી એક સ્થળે લખવામાં આવ્યું છેઃ
“અઢાર પુરાણમાં વ્યાસજીએ બે જ વાત કહી છે. તે આ છે: બીજાનું ભલું કરવું એ પુણ્ય છે, બીજાને દુ:ખ દેવું એ પાપ છે.”