________________
ગીતા અને કુરાન એથી માનવને વધારેમાં વધારે વિપત્તિઓ વેઠવી પડે છે અને આ જ માનવસમાજનાં ઘોર દુઃખનું તથા અવનતિનું કારણ છે.
આ જીતમાં દુનિયાની ભલાઈ અને આ હારમાં દુનિયાનાં દુઃખોનાં તથા પતનનાં મૂળ છે. જે આપણે માનવજીવન ઉપર ઊંડી દષ્ટિ નાખીશું તે સ્પષ્ટપણે દેખાઈ આવશે કે મનુષ્ય એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે જેવી રીતે કે આપણું શરીરના અલગ અલગ અવય હાથ, પગ, આંખ, નાક અને કાન એકમેક સાથે જોડાયેલા છે.
આ જ પ્રમાણે દુનિયાની બધી વસ્તુઓ, અને ખાસ કરીને માનવીઓના સર્વ સમૂહ, પરસ્પર એવા અતૂટ અને ઘનિષ્ઠ સંબંધથી બંધાયેલા છે કે એનાં મૂળભૂત લાભ તથા હાનિને જુદા પાડી શકાતાં નથી. આપણે સૌ એક કુટુંબવત છીએ. પ્રેમ, એકબીજા પ્રત્યે સમભાવ, એકમેકની સેવા ઉપર એના પાયા સ્થિર છે, અને એનું નુકસાન એકબીજાની ઘણા કરવાથી કે લડવાથી થાય છે.
માનવની અંદરની લડાઈ કે જેને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં જીત એટલી હદ સુધી થાય છે કે જેટલી હદ સુધી માનવ આ સત્યને પારખી લઈ શકે છે. મનુષ્ય જેટલા અંશમાં આ વાત સમજત થઈ જાય તેટલા પ્રમાણમાં એને જણાશે કે પારકાના ભલામાં પોતાનું સાચું શ્રેય છે ને બીજાની અવનતિ પિતાની પણ બરબાદી છે.
આ રીતે મનુષ્યમાંથી પિતા તથા પારકાને ભેદ ઓસરતે જશે, અથવા તે એમ કહીએ કે પિતાપણાનું