________________
૧૪૨
ગીતા અને કુરાન કાયા અને મનને અંકુશમાં રાખીને, ધ્યાનયોગમાં નિત્યપરાયણ રહીને, વૈરાગ્યને આશ્રય લઈને, અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ, અને પરિગ્રહનો ત્યાગ કરીને, મમતારહિત અને શાન્ત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય થાય છે. બ્રહ્મભાવને પામેલે પ્રસન્નચિત્ત મનુષ્ય નથી શોક કરતો, નથી કંઈ ઈચ્છતો; ભૂતમાત્રને વિષે સમભાવ રાખીને મારી પરમ ભક્તિને પામે છે. હું કેવો અને કોણ છું એ ભક્તિ વડે એ યથાર્થ જાણે છે અને એમ મને યથાર્થ જાણુને મારામાં પ્રવેશ કરે છે” (૧૮-૪૯, ૫૦ થી ૫૫).
બધાં કર્મો ઈશ્વરને અર્પણ કરવાનું વારંવાર કહેવાયું છે (૧૮-૫૭), ઈશ્વર સર્વના હૃદયમાં વાસ કરે છે (૧૮-૬૧) આ પણ કહેવાયું છે.
છેવટે ગીતામાં જેને સવેમાં ગુહ્ય રહસ્ય કહેવાયું છે તે શું છે તે વિષે કહેવાયું છેઃ
“માત્ર એક ઈશ્વરમાં જ મન પરોવો, એની જ ભક્તિ કરે, સર્વ કર્મો એને જ અર્પણ કરે, એનું જ શરણું લે, જુદા જુદા ધર્મો, રીતિરિવાજે, સંપ્રદાને છેડીને માત્ર એક પરમેશ્વરનો જ આશરો લે. આ જ મોક્ષપ્રાપ્તિનું સાધન છે” (૧૮-૬૪ થી ૬૬).