________________
૧૬૦
ગીતા અને કુરાન પરિણામે વેઠવાં પડ્યાં તે વાતનો ઉલ્લેખ આવી કેટલીક આયતમાં છે. કેટલીક આયતો એવી છે કે જે ખાસ પ્રસંગે ખાસ માણસો માટે આદેશરૂપ હતી. કુરાન સમજવા પ્રયત્ન કરનારે તે વેળા આરબાની દશા કેવી હતી તેનું આખું દર્શન કરી લેવું જરૂરી છે.
મહંમદ સાહેબના જન્મકાળમાં આરબે નાનામોટા હજારે કબીલાઓ (વાડાઓ)માં વહેંચાયેલા હતા. આ કબીલાઓમાં છાશવારે લડાઈ થતી. દરેક કબીલે પિતાને સ્વતંત્ર માનતો હતે. દરેક કબીલાને એક ઇષ્ટદેવ હતો. કેઈને દેવ પથ્થરને, કોઈને લાકડાને, તે કેઈ ને ગૂંદેલા આટાનો બનાવેલ હતું.
કેઈ દેવ નર કે નારી રૂપે હતો ત્યારે કોઈક દેવની આકૃતિ જાનવરની કે ઝાડની રહેતી અથવા કોઈની સિકલ ન પરખાય એવી હતી. કેટલાક અનેક દેવદેવીઓને પૂજનારા હતા. મોટા ભાગના આરઓમાં “એક અલ્લાહની કે એક ધર્મની ભાવના ન હતી. દુશમનાવટ ધરાવતા હજારે કબીલાઓનું સંગઠન કરાવી શકાય એવી શક્તિ કેઈનામાં ન હતી. આને પરિણામે દેશના મોટા ભાગ ઉપર જુદી જુદી પ્રજાઓએ પિતાની સત્તા જમાવી રાખી હતી. ઉત્તરમાં રેમના ખ્રિસ્તી શહેનશાહનું, પૂર્વમાં ઈરાનના ખુસરનું તથા દક્ષિણમાં તથા પશ્ચિમમાં ઈથિયોપિયાના ખ્રિસ્તી બાદશાહનું રાજ્ય હતું. આ પ્રમાણે અરબસ્તાનને અરધા કરતાં વધારે ભાગ બીજાઓના હાથમાં હતું.