________________
૧ર૬
ગીતા અને કુરાન
વિભૂતિઓ અગણિત છે. દાખલારૂપે થેાડીક વિભૂતિઓ નીચે
પ્રમાણે છેઃ
“ તે છે પ્રાણીમાત્રને પ્રાણુ, સૌને આદિ, મધ્ય અને અંત, આદિત્યામાં વિષ્ણુ, યેતિએમાં ઝગમગતા સૂર્ય, નક્ષત્રામાં ચંદ્ર, વેદોમાં સામવેદ, દેવામાં ઇન્દ્ર, ઇન્દ્રિયેામાં મન, રુદ્રોમાં શંકર, અનાર્ય લેકામાં એટલે કે યક્ષ તથા રાક્ષસેામાં ખેર, વસુએમાં અગ્નિ, પર્વતામાં મેરુ, સરાવરામાં સાગર, પુરોહિતામાં મુખ્ય બૃહસ્પતિ, સ્થાવામાં હિમાલય, વૃક્ષામાં પીપળ, દેવર્ષિઓમાં નારદ, અશ્વોમાં અમૃતમાંથી ઉત્પન્ન થયેલ ઉચ્ચ:શ્રવા, હાથીઓમાં ઐરાવત, મનુષ્યેામાં રાજા, હથિયારામાં વજ્ર, પ્રજોત્પત્તિનું કારણ કામદેવ, સાઁમાં વાસુકિ, નાગેામાં શેષનાગ, દંડ દેનારાઓમાં યમ, ગણનારાઓમાં કાલ, પશુઓમાં સિંહ, પક્ષીએમાં ગરુડ, શસ્ત્રધારીઓમાં પરશુરામ, માલાંમાં મગરમચ્છ, નદીઓમાં ગંગા, વિદ્યાઓમાં અધ્યાવિદ્યા, અક્ષરોમાં અકાર, સર્વવ્યાપી, અવિનાશી કાલ, ઉત્પત્તિકારણ, કાર્તિ, મેધા, છંદોમાં ગાયત્રી છંદ, મહિનામાં માર્ગશીર્ષ, ઋતુઓમાં વસંત, બ્લેમાં ઘૂત, પ્રતાપવાનને પ્રભાવ, જય, નિશ્ચય, સાત્ત્વિક ભાવવાળાનું સત્ત્વ, યાદવેામાં વાસુદેવ, પાંડવેમાં ધનંજય ( અર્જુન ), મુનિએમાં વ્યાસ, કવિએમ ઉશના કવિ (શુક્રાચાર્ય), રાજ્યકર્તાઓને દંડ, જય ઇચ્છનારની નીતિ, ગુહ્ય વાતે માં મૌન, જ્ઞાનવાનનું જ્ઞાન, બધાં પ્રાણીઓની ઉત્પત્તિનું કારણ. સ્થાવર જંગમમાં તેના સિવાય બીજી કોઈ વસ્તુ નથી અને તેની વિભૂતિઓના કાઈ છેડે નથી.”
यद् यद् विभूति मत्सत्त्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेवावगच्छत्वं मम तेजोऽशसम्भवम् ।।
જે કંઈ પણ વિભૂતિમાન, લક્ષ્મીવાન, અથવા પ્રભાવશાળી છે તે તેના તેજથી પેદા થયું છે' (૧૦-૧૯ થી ૪૧)