________________
ગીતાધર્મ આ દષ્ટિએ જોતાં સર્વ ધર્મોના, દેશના તથા જાતેના મહાપુરુષે, અવતારે, પયગંબરે, તીર્થંકરે વગેરે અને સૌના ઈષ્ટદેવે એક પરમેશ્વરના અંશે છે.
તે પોતાના એક અંશમાત્રથી આખા જગતને ધારણ કરે છે” (૧૦-૪૨).
સાર એ છે કે પરમેશ્વર અચિંત્ય તથા અવ્યક્ત છે, છતાંયે સૌમાં વ્યાપેલે છે. તેથી જ સૌમાં પિતાને અથવા પિોતાપણાને અનુભવ કરીને જ મનુષ્ય સૌમાં પરમેશ્વરને જોઈ શકે છે.
આ વાતને જ અગિયારમા અધ્યાયમાં અધ્યાત્મ કહી વર્ણવી છે.
અગિયારમે અધ્યાય આ પછી યોગેશ્વર શ્રીકૃષ્ણની કૃપાથી અર્જુનને જ્ઞાનચક્ષુ મળ્યાં અને તેણે દિવ્યચક્ષુથી પરમેશ્વરના “વિશ્વરૂપ”ને નિહાળ્યું. એણે જોયું
“ઈશ્વરનાં સેંકડે હજારે જુદાં જુદાં રૂપો છે. સકળ સ્થાવર ને જંગમ સૃષ્ટિ એમાં સમાઈ છે. એનું મુખ સર્વ તરફ છે. હજારો સૂર્યોના પ્રકાશથી ચઢિયાતો પ્રકાશ એને છે; આર્ય અને અનાર્ય જાતિઓના શ્રેષ્ઠ પુરુષો એમાં રહેલા છે. સર્વ દેવો તથા પ્રાણુઓ એમાં છે; એને અનેક હાથે, ઉદર, મુખ, નેત્રે છે, એનાં અનેક રૂપે છે. સર્વ રૂપે એનાં જ છે. સઘળે એ વ્યાપે છે. એનો નથી આરંભ, મધ્ય કે અંત. તે વિશ્વરૂપ છે ને તે વિશ્વેશ્વર પણ છે. તેનું તેજ સઘળે પ્રસર્યું છે. સૂર્ય અને ચંદ્ર તેની આંખો છે; તેની શક્તિ અનંત છે. આકાશ, પૃથ્વી, દશે દિશાએમાં તે વ્યાપી રહ્યો છે. એનું ઉગ્ર રૂપ જોઈને ત્રણે લેક