________________
૧૭.
ગીતાસાર મુહિબુલ્લાહ ઈલાહાબાદી નામના એક પ્રખ્યાત સુફી થયા છે. એમને અને દારાશિકોહને પત્રવ્યવહાર ફારસીમાં છપાય છે જેમાં શેખ મુહિબુલ્લાહે “લાઈલાહઈલલાહ” (અલ્લાહ સિવાયનું કોઈ આરાધ્ય નથી)ને અર્થ કરતાં કહ્યું છે કે “ દુનિયામાં જેટલાં આરાધ્ય છે તે સર્વ અલ્લાહ છે. સૂફીમતના પ્રમાણભૂત ફરસી ગ્રંથ “ગુલશને રાજમાં પણ “લાઈલાહઈલલાડુનો એ જ અર્થ બતાવ્યું છે. એના અભિપ્રાય પ્રમાણે અલ્લાહ એક છે, એની સમાન અન્ય કોઈ નથી, અને દુનિયાના સર્વ દેવદેવતાઓ એ અલ્લાહનાં રૂપો છે અને તેથી કોઈ પણ દેવદેવતાની ઉપાસના તે અલ્લાહની પૂજા છે. સૂફી વિદ્વાનોને આ વિચાર ગીતાને મળતું આવે છે.
પૂજાના પ્રકારો વિશે ગીતામાં કહેવાયું છે કે મનુષ્ય શ્રદ્ધાથી તથા સચ્ચાઈથી જે રીતે ઈશ્વરને ભજે છે તે રીત ઈશ્વરને માન્ય છે.
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । મમ વર્માનુવર્તતે મનુષ્યા: પાર્થ સર્વ: || (૪, ૧૧)
જેઓ જે પ્રમાણે મારો આશ્રય લે છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું. ગમે તે પ્રકારે પણ હે પાર્થ! મનુષ્ય મારા માર્ગને અનુસરે છે– મારા શાસન નીચે રહે છે” (૪, ૧૧).
“જેઓ શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને ભજે છે તેઓ પણ ભલે વિધિ વિના છતાં મને જ ભજે છે” (૯,૨૩).