________________
ગીતા અને કુરાન, માટે એક સ્વર્ણભવન ન બનાવે, અથવા આકાશમાં ન ચઢી જાઓ અને ત્યાંથી એવું પુસ્તક લઈ આવો જે અમે વાંચી શકીએ. આના ઉત્તરમાં સૌને કહી દે કે પરમાત્માને સંભારી; હું એક માનવી તથા એક રસૂલ સિવાય વિશેષ કાંઈ નથી” (૧૭–૯૦ થી ૯૩).
લે કે પૂછે છે કે મહંમદને તેના પ્રભુ તરફથી ચમત્કાર દેખાડવાનું કેમ કાંઈ નથી મળતું ? તેમને કહી દો કે ચમકારે માત્ર ઈશ્વર પાસે છે; હું તે દુષ્કર્મોનાં પરિણમેની ચેતવણું આપનાર છું”(૨૯-૫૦).
આમાં શું આશ્ચર્ય છે કે તમારામાંના એકની મારફત તમારા પ્રભુએ તમને ધર્મનું સ્મરણ કરાવ્યું છે જેથી તે માણસ તમને સાવધ કરે, તમે બૂરાઈથી બચી જાઓ જેથી પ્રભુ તમારા ઉપર દયા દાખવે” (૭-૬૩).
“લેકને કહી દો કે હું (મહંમદ) ઈશ્વરની મરજી વિરુદ્ધ પિતાને ફાયદો કે નુકસાન કરી શકું એમ નથી. જે મને અગમ્યનું જ્ઞાન હેત તે મારી પાસે ઘણું સારી સારી વસ્તુઓ હેત અને કોઈ પણ બૂરાઈ મને સ્પર્શી પણ ન શકત. પરંતુ મારું કામ માત્ર એટલું છે કે હું જનતાને દુષ્કર્મોનાં પરિણામો બતાવી દઉં અને જેઓ મારી વાત સ્વીકારે તેને ભલાં ફળોની ખુશખબર આપું”(૭–૧૮૮).
કહી દે કે અગમ્યનું જ્ઞાન માત્ર ઈશ્વરને છે, રાહ જુઓ; હું પણ તમારી માફક રાહ જોનારમાં એક છું ”(૧૦-૨૦).
“તમારા જેવો એક સાધારણ માનવી છું. હા, મને એવું જ્ઞાન આપ્યું કે તમારા સૌને ઈશ્વર એક છે. તેથી જે પિતાના પરમાત્માને મળવાની આશા બાંધી બેઠે છે તે સકર્મો કરે તથા એક ઈશ્વર સિવાય બીજાની આરાધના ન કરે” (૧૮-૧૧૦).