________________
કુરાન અને તેને ઉપદેશ
૧૯૧
“હું તમારા જેવે મનુષ્ય છું. મને શ્વરે એવું જ્ઞાન આપ્યું કે તમારા સૌને ભગવાન એક જ છે. તેથી ભલાઈ તે રસ્તે જાએ તે જ ઈશ્વરની પાસે પૂગવાને માર્ગે છે. એ પ્રભુ પાસે પેાતાની મૂલેાની ક્ષમા માગા' (૪૧–૬ ).
''
હું લેાકાને દુષ્કર્મીનાં પરિણામેાથી સાવચેત કરું એ સિવાયની મને બીજી કાઈ પ્રેરણા ભગવાન તરફથી નથી થઈ ” (૩૮-૭૦ ).
યુદ્ધની પરવાનગી
ઇસ્લામ ધર્મના ઉપદેશના આરંભ પછી મહંમદ સાહેબનાં તેર વર્ષોં મક્કામાં મહાન આફ્તામાં પસાર થયાં હતાં. મક્કાવાળાઓએ એમને તથા એમના સાથીઓને ભારે રાડયા હતા. આ તેર વર્ષામાં આ વિષયના કુરાનના જે જે શ્લોકા પ્રાપ્ત થયા છે તેમાં ખરાઈના બદલેા ભલાઈથી આપવાના તથા ધૈર્ય અને સચ્ચાઈથી ઝુલમાને સહી લેવાના ઉપદેશ કરવામાં આવ્યા છે. આ પછી મહંમદ સાહેમ પેાતાના કેટલાક સાથીઓ સાથે મદીના ગયા. મક્કાવાળાઆએ તેમના કેટા મેલ્યે! નહીં, મઠ્ઠીના ઉપર ચડી આવ્યા. આ ઉપરથી કુરાનમાં પહેલી વાર નીચેની આયતા દ્વારા મહંમદ સાહેબને તથા તેમના સાથીઓને સ્વરક્ષણ કાજે આક્રમણકારીઓ સાથે લડી લેવાની પરવાનગી અપાઈ છે.
“ જેના ઉપર લડાઈની ખાતર ચઢાઈ કરવામાં આવે છે તેમને પેાતાના બચાવ માટે લડી લેવાની છૂટ આપવામાં આવે છે કારણ કે તેમના ઉપર જુલમ થઈ રહ્યો છે અને એમાં શક નથી કે ઈશ્વર તેમની પૂરેપૂરી સહાયતા કરશે.