SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોજકનું નિવેદન ‘ધર્મને સમજ' પુસ્તક સંપુટ નવજીવન અને ગૂજરાત વિદ્યાપીઠ તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થાય છે. નવજીવન અને ગૂજરાત વિદ્યાપીઠ તરફથી અત્યાર સુધીમાં સર્વધર્મસમભાવને ધ્યાનમાં રાખી કરવામાં આવેલાં, સામાન્ય વાચકને રસ પડે તેવાં પ્રકાશનો આ સંપુટમાં સમાવી લીધાં છે. જગતના મુખ્ય મુખ્ય ધર્મો તથા તેના સ્થાપકોનો પરિચય વાચકને આ સંપુટમાંનાં પ્રકાશનોમાંથી મળી રહેશે. ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં બધા પ્રચલિત ધમનિ વિશે સંપૂર્ણ આદર રાખવાનું અને વિદ્યાર્થીઓના આત્મવિકાસને અર્થે ધર્મનું જ્ઞાન અહિંસા અને સત્યને દષ્ટિમાં રાખીને આપવાનું ગાંધીજીના સીધા માર્ગદર્શન હેઠળ નકકી કરવામાં આવેલું છે. તે મુજબ ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ-સ્નાતક મહાવિદ્યાલયોમાં બધા ધર્મોના શિક્ષણને અભ્યાસક્રમ આધાર પાક્યક્રમ તરીકે અનિવાર્ય છે. અન્ય યુનિવર્સિટીઓમાં પણ પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં જગતના ધર્મોને વૈકલ્પિક પાઠયક્રમ પ્રચલિત છે. નવજીવન ટ્રસ્ટના દસ્તાવેજમાં તેના ઉદ્દેશોની પૂર્તિસાર જે જે પ્રવૃત્તિઓ કરવાનું સૂચવેલું છે તેમાં હિંદમાં વસેલી બધી જુદી જુદી કોમ વચ્ચે એક્યનો પ્રચાર કરવાનું સૂચવવામાં આવ્યું છે. એ હેતુ માટે નવજીવને ગુજરાત વિદ્યાપીઠમાં પ્રસ્થાપિત કરેલા અનામત કોશમાંથી સહાય મળવાને પરિણામે આ પુસ્તક સંપુટ સામાન્ય વાચકને પરવડી શકે તેવી રાહતદરની કિંમતે આપવાનું શકય બન્યું છે. - ગાંધીજી પ્રસ્થાપિત અને સંસ્થાઓની બધા ધર્મોની સાચી સમજણ ફેલાવવાની જવાબદારી છે. વળી ઉચ્ચશિક્ષણમાં હવે મૂલ્યશિક્ષાણ તથા તુલનાત્મક ધર્મોના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાતું જાય છે. કેન્દ્ર સરકારના માનવસંસાધન મંત્રાલયે તથા યોજના પંચે તેમ જ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે આ પ્રકારના નૈતિક મૂલ્યોની કેળવણી કરતા શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. આને અનુલક્ષીને આ પુસ્તક – સંપુટ ઉચ્ચશિક્ષણમાં કાર્ય કરતા સહુ કોઈને ઉપયોગી થશે એવી આશા છે. ‘ધર્મને સમજોના આ પુસ્તક -સંપુટ મારફત ગાંધીજીનો સર્વધર્મ. સમભાવનો સંદેશો સર્વત્ર વસતા ગુજરાતી કુટુંબોમાં પ્રસરશે એવી આશા છે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy