________________
ગીતા અને કુરાન હે દાદ! લેકોને વેદશાના કર્મકાંડે જકડી રાખ્યા છે. ભગવાનની આરાધના એ જ સાચી વાત છે. બાકી સર્વ ઘમંડ છે. ગ્રંથ તે આપણું શરીર છે. જેમાં ઈશ્વરનું નામ લખેલું છે. પિતાના પ્રાણને પંડિત સમજ અને એ પંડિત દ્વારા અવયં ઈશ્વરનું નામ દરેક શરીર-ગ્રંથમાં વાંચવું જોઈએ. આ પુસ્તકમાં રહેમાન લખીને મનને મુલા માનીને ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ.”
दादू! पाती प्रेमकी बिरला बांचे कोय;
वेद पुराण पुस्तक पढ़े, प्रेम बिना का होय ? ઉપરના દેહાને અર્થ સ્પષ્ટ છે.
બાહ્ય આચારવિચાર, રીતરિવાજોની નિરર્થકતા સાબિત કરતાં દાદુ સાહેબ કહે છે :
सांचा राम न जाने रे, सव झूट बखाने रे; झूटे देवा झूटी सेवा झूटा करे पसारा; झूटी पूजा झूटी पाती, झूटा पूजन हारा; झूटा पाक करे रे प्राणी, झूटा भोग लगावे; झूटा आड़ा पड़दा देवे, झूटा थाल बजावे; झूटे वकता झूटे सुरता, झूटी कथा सुनावे; झूटा कलयुग सबको माने, झूटा भरम दिढ़ावे; थावर जंगम जलथल महियल, घट घट तेज समाना; दादू आतम राम हमारा आदि पुरुष पहचाना.
લોક સાચા રામને ઓળખતા નથી, વ્યર્થ વાતે કરે છે. ખોટા દેવ, ખોટી સેવા, ખોટો પસારે, પૂજા જૂઠી, શણગાર ખેટા, પૂજારી જૂઠા, જૂઠા ભેગ ને ભેજન, પડદા