________________
૧૭
ગીતા અને કુરાન “અને આ ગ્રંથ (કુરાન) જે પોતાની પહેલાંના ગ્રંથને સાચા પુરવાર કરે છે તે અરબી ભાષામાં છે કારણ કે આ આરબો કે જેઓ સિતમ ગુજારે છે તેઓ બૂરાં પરિણામેથી સાવધ થઈ જાય અને જેઓ ભલાં કર્મો કરે છે તેઓ સારાં પરિણામેની ખુશખબર મેળવે. જેઓ એમ કહે છે કે ઈશ્વર અમારે પાલક છે, તથા જેઓ ભલાઈ પર કાયમ છે તેમને નથી કશો ભય કે શેક” (૪૬–૧૨, ૧૩).
અને જે અમે કુરાન બીજી કઈ ભાષામાં આપ્યું હેત તે આ લે કે કહેત કે એની આયતો સ્પષ્ટ નથી કરવામાં આવી તેનું કારણ શું છે? અમે અરબી જાણવાવાળા અને ભાષા બીજા દેશની ? જાહેર કરી દો કે આને માનવાવાળા માટે આ ગ્રંથ સન્માર્ગ દેખાડનાર તથા રોગોનો ઈલાજ ચીંધનાર છે” (૪૨. – ૭).
સાચે જ અમે આ કુરાન અરબીમાં એટલા માટે મે કહ્યું છે જેથી તમે આરબે એને સારી રીતે સમજી શકો”(૪૩૩).
“ઈશ્વરે તમારી ભાષામાં એને સહેલું બનાવી દીધું છે જેથી આરબે તેને ધ્યાનમાં રાખે” (૪૪ – ૫૮).
સાચેસાચ આ કુરાન “રસૂલ-એ-કરીમ” (એક શાણું પયગંબર)થી ઉચ્ચારાયું છે.
“આ કોઈ કવિની કવિતા નથી; તમે નથી માનતા !
“નથી આ કાઈ જાદુગરના શબ્દ, તમે તેની પરવાહ નથી કરતા !
આ જ્ઞાન તે ઈશ્વરનું મેકલેલ છે કે જે સર્વ સુષ્ટિને સ્વામી છે” (૬૯-૪૦થી ૪૩).
એમાં સંદેહ નથી કે આ કુરાન તે રસૂલ-એ-કરીમનાં વચન છે.