________________
દુનિયાના સર્વ ધર્મો એક છે અરે ભાઈ! આ દુનિયાના બે ધણુઓ, બે ભગવાને કઈ રીતે સંભવી શકે ? કહે તને કોણે ભરમાવી દીધો? અલા અને રામ, કરીમ અને કેશવ, હરિ અને હજરત, આ સર્વ જુદાં જુદાં નામ રાખવામાં આવ્યાં છે, જેવી રીતે એક જ સેનામાંથી જુદા જુદા દાગીના ઘડવામાં આવ્યા હોય છે. વસ્તુતઃ આ બન્ને ભિન્ન નથી. કથન અને શ્રવણને એક નિમાજ કહે છે, જે પૂજાપાઠ કહે છે. જે મહાદેવ છે તે જ મહંમદ છે; જે બ્રહ્મા તે જ આદમ છે. કેણ હિન્દુ અને કેણ મુસલમાન? અને એક જ ધરતી ઉપર નિવાસ કરે છે. કોઈ વેદપાઠ કરે છે તે કોઈ ધર્મોપદેશ કરે છે. કેઈ મૌલાના કહેવાય છે તે કઈ પંડિત. નામ જુદાં જુદાં છે. અસલમાં સર્વ એક જ માટીનાં વાસણો છે. કબીર કહે છે કે આ મિથ્યા ભેદભાવમાં ફસાયેલા બને સાચે માર્ગ ભૂલેલા છે. આમાંથી કોઈને ઈશ્વર મળતો નથી. એક બકરાને વધેરે છે તે બીજે ગાયની કતલ કરે છે. આ વાદમાં બનેએ પિતાનું જીવન એળે ગાળ્યું.
મંદિર અને મસ્જિદ, પર્વ અને પશ્ચિમના ભેદને વર્ણવતાં કબીર સાહેબ કહે છે:
"जो खुदाय महजीद बसतु है, अवर मुलुक केहि केरा, तीरथ मृरत राम निवासी, दुअि मह किनहु न हेरा. पूरब दिसा हरीको बासा, पच्छिम अलह मुकामा, दिल मंह खोज दिलहि मंह खोजो, मिहै करीमा रामा. वेद कतेब कहा किन झूटा, झूटा जो न विचार, सब घट ओक अक कर जानै, वै दूज़ा केहि मारै. ગી–૫