________________
ર૭૧
કંઈક વળી છે જેમાં નહેર વહે છે. અહીં નહેશે શ્રદ્ધાના અર્થમાં છે, અને ઉદ્યાનનાં વૃક્ષો એ મનુષ્યનાં સત્કર્મો છે.”૧
કુરાનની ક૭મી સૂરામાં જ્યાં સ્વર્ગમાં જુદા જુદા પ્રકારની નહેરેનો તથા ફળનો તથા નરકમાં ઊકળતાં પાણને ઉલ્લેખ છે ત્યાં આ સર્વને માત્ર મિસલ” અથવા મિસાલ (રૂપક-દષ્ટાંત) કહ્યાં છે. (૪૭–૧૫)
ક્યાંક ક્યાંક આ દુનિયામાં ભગવેલ દુઓને બૂરાં કર્મોનાં ફળ રૂપે નરકની આગ લખાવાયાં છે. (૪૦–૬)
કેટલેક ઠેકાણે સત્કર્મોના પુરસ્કારરૂપે દુન્યવી વાટિકાએને સ્વર્ગ કહેવાય છે. (૫૫૪૬) મહંમદ સાહેબની ઉપદેશ કથાઓમાં તેમણે મિસરની, ઈરાકની તથા ઈરાનની સરિતાઓને “સ્વર્ગની નહેરે” કહી છે.
જન્નત શબ્દની સાથે “હુર” ને ઉપયોગ કુરાનમાં ચાર ઠેકાણે થયું છે. નરજાતિવાચક “હુર” ને સ્ત્રીલિંગી શબ્દ “હીરો” છે તથા તે બન્નેનું બહુવચન પણ છે, તે રવી તથા પુરુષ બંને માટે વપરાય છે. સ્વર્ગને વાયદો સ્ત્રી તથા પુરુષ માટે એકસરખે કરવામાં આવ્યું છે. જે શબ્દોમાં “હુર” નું વર્ણન છે તે પરથી એમ સમજાય છે કે પાર્થિવ વાસના કે કામના સાથે એ “હુર” શબ્દને કાંઈ પણ સંબંધ નથી.
(૪૪–૧૪, ૩૭-૪૮; પ૬–૩૬)
૧. “ધી હોલી કુરાન', પૃ. ૫૧૭, પાદટીપ ૨. “મુસલિમ ”, ભાગ ૨, પૃ ૩૫૧