________________
કુરાન અને તેને ઉપદેશ
ર૧૧ બૂરાઈને બદલે ભલાઈથી આપે. પ્રભુ સારી પેઠે જાણે છે કે લે કે શું ઈચ્છે છે” (૨૩–૯૬).
અન્ય કેટલીક આયત તમે ઈશ્વરના અસ્તિત્વને ઇનકાર કેવી રીતે કરી શકશે? તમે મરી ગયા હતા, અને પ્રભુએ તમને જીવતા કર્યા, તે ફરીથી તમને મારી નાખશે ને જન્માવશે, અને છેવટે તમે તેની પાસે જ જશે” (૨–૨૮).
“ખરેખર ઈશ્વર દાણામાંથી તથા ગેટલીમાંથી અંકુર કાઢે છે; તે મૃતમાંથી જીવંત અને જીવતામાંથી ભરેલા બનાવે છે, આ સર્વ ઈશ્વરની જ શક્તિ છે. તે તમે કેમ એને માનતા નથી ” (૬–૯૬).
“ઈશ્વરે જ તમને જીવન બક્યું છે, તે જ તમને મત આપશે, અને પાછા તે જ તમને જન્માવશે, ખરેખર મનુષ્ય કૃતઘી છે.” (૨૨-૬૬)
હે ભક્તો! ધીરજથી સહન કરે તથા ઈશ્વરની આશિષ માંગે, આ રીતે તેની પાસેથી સહાયતા મેળ. ઈશ્વર તેને મદદ કરશે જે સહન કરે છે.
જેઓ ધર્મકાર્યમાં માર્યા ગયા તેમને મરી ગયા ન કહે. ના, તેઓ ચિરંજીવ છે. જો કે તમે તેમને દેખી શકતા નથી.
અને આ નિઃસંદેહ વાત છે કે ભય, ભૂખ, તરસ તથા જાનમાલ ને ફળની હાનિ દ્વારા ભગવાન તમારી કસોટી કરશે, પણ જેઓ ધીરજથી સહન કરે છે તેમને શુભસંદેશ સુણ.
“અને તેઓને શુભસંદેશ સુણાવે કે જેઓ મુસીબત સમયે કહે છે કે અમે તે ભગવાનના છીએ અને અમારે છેવટે ઈશ્વર પાસે જ જવું છે.
તે આવા જ માણસ છે કે જેના ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે; એઓ જ સન્માર્ગે જનારા છે.” (૨–૧૫૩ થી ૧૫૭)