________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४०५
અહીં ઇશ્વરમાં જે જ્ઞાતૃત્વ છે તે શું (૧) જ્ઞાતૃત્વમાત્ર છે કે (૨) સર્વજ્ઞાતૃત્વ માત્ર છે. ‘ઈશ્વરમાં જ્ઞાતૃત્વમાત્ર છે એમ કહેશો તો આપણે પણ જેમ કોઈને કોઈ વસ્તુના જ્ઞાતા છીએ, તેમ ઈશ્વર પણ માત્ર જ્ઞાતા જ બનશે, ઈશ્વર નહિ બની શકે. “ઈશ્વરમાં સર્વજ્ઞાતૃત્વ છે” એમ કહેશો તો સમસ્તજગતના પદાર્થોના જાણકાર બુદ્ધઆદિની જેમ સર્વજ્ઞ જ ઈશ્વર બની શકશે, (તમારા માનેલા એક જ) ઈશ્વર નહિ બની શકે.
જગતની રચના કરે છે અર્થાત્ કર્તુત્વરૂપ ઐશ્વર્યના કારણે તે ઈશ્વર છે.” તેમ કહેશો તો કુંભકારઆદિ પણ કોઈકને કોઈ અનેકપદાર્થોની રચના કરે જ છે. તેથી કુંભકારાદિમાં કર્તુત્વરૂપ ઐશ્વર્ય માનવું પડશે અને તેથી તેઓ ઈશ્વર બની જશે.
ઇચ્છા અને પ્રયત્ન સિવાય ઈશ્વરમાં ઐશ્વર્ય બતાવવાવાળું બીજું કોઈ નથી કે જેથી અન્યથી ઈશ્વરમાં ઐશ્વર્યની સિદ્ધિ થાય.
किंच ईश्वरस्य जगन्निर्माणे यथारुचिप्रवृत्तिः १, कर्मपारतन्त्र्येण २, करुणया ३, क्रीडया ४, निग्रहानुग्रहविधानार्थं ५, स्वभावतो ६ वा । अत्राद्यविकल्पे कदाचिदन्यादृश्येव सृष्टिः स्यात् । द्वितीये स्वातन्त्र्यहानिः । तृतीये सर्वमपि जगत्सुखि-तमेव करोति, अथेवरः किं करोति पूर्वार्जितैरेव कर्मभिर्वशीकृता दुःखमनुभवन्ति तदा तस्य कः पुरुषकारः, अदृष्टापेक्षस्य च कर्तृत्वे किं तत्कल्पनया, जगतस्तदधीनतैवास्तु, किमनेनांतर्गडुनात्र । चतुर्थपञ्चमयोस्तु रागद्वेषताभावः प्रसज्यते । तथाहि“रागवानीश्वरः क्रीडाकारित्वाद्वालवत्, तथा अनुग्रहप्रदत्वाद्राजवत्, तथा द्वेषवानसौ निग्रहप्रदत्वात्तद्वदेव” इति । अथ स्वभावतः, त_चेतनस्यापि जगत एव स्वभावतः प्रवृत्तिरस्तु किं तत्कर्तृकल्पनयेति । न कार्यत्वहेतुर्बुद्धिमन्तं कर्तारमीश्वरं साधयति । एवं सन्निवेशविशिष्टत्वादचेतनोपादानत्वादभूतभावित्वादित्यादयोऽपि स्वयमुत्थाप्याः, तुल्याक्षेपसमाधानत्वात् । किंच क्षित्यादेर्बुद्धिमत्पूर्वकत्वे साध्ये प्रदीयमानाः सर्वेऽपि हि हेतवो विरुद्धा दृष्टान्तानुग्रहेण सशरीरासर्वज्ञासर्वकर्तृपूर्वकत्वसाधनात् । न च धूमात्पावकानुमानेऽप्ययं दोषः, तत्र तार्णपार्णादिविशेषाधारवह्निमात्रव्याप्तस्य धूमस्य दर्शनात् । नैवमत्र सर्वज्ञासर्वज्ञकर्तृविशेषाधिकरणतत्सामान्येन कार्यत्वस्यास्ति व्याप्तिः, सर्वज्ञस्य कर्तुरतोऽनुमानात्प्रागसिद्धेः ।