________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४०३
કર્તાનો સદ્દભાવ સિદ્ધ કરી શકે. આ રીતે પરસ્પર અનેકપદાર્થોને આધીન કર્તાના સભાવની સિદ્ધિ હોવાથી ચક્રકદોષ લાગે છે.
દ્વિતીયપક્ષ અયોગ્ય છે, કારણકે જંગલી વૃક્ષો આદિમાં કર્તાનો સદ્ભાવ સિદ્ધ કરનાર બીજું કોઈ પ્રમાણ જોવા મળતું નથી.
અથવા કોઈપણ રીતે માની લઈએ કે “તે જંગલીવૃક્ષાદિમાં કર્તાનો સદ્ભાવ છે” તો અમારો પ્રશ્ન છે કે તે કર્તા અદશ્ય છે, તેમાં (૧) શરીરાભાવ કારણ છે ? (૨) વિદ્યાદિનો પ્રભાવ છે? કે (૩) અદૃશ્ય જાતિવિશેષ કારણ છે ?
પ્રથમપક્ષમાં કર્તુત્વની અનુપપત્તિ છે. કારણકે શરીરવિના કર્તુત્વની સંગતિ થતી નથી. જેમ મુક્તાત્માને શરીર ન હોવાના કારણે તેમાં કર્તુત્વ હોતું નથી, તેમ શરીરના અભાવમાં કર્તુત્વ ઘટતું નથી.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : શરીરનો અભાવ હોવા છતાં પણ જ્ઞાન, ઇચ્છા અને કૃતિના આશ્રય એવા (શરીર) કરણમાં કર્તુત્વ ઘટે છે. કહેવાનો આશય એ છે કે કર્તૃત્વમાં શરીરનો કોઈ ઉપયોગ નથી. કર્તા બનાવવામાં માત્ર જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન જ ઉપયોગી છે. (જેમ મનુષ્ય મરણ પામીને નવાશરીરને ધારણ કરવાની તૈયારી કરે છે, ત્યારે તે વખતે સ્કૂલશરીર ન હોવા છતાં નવા શરીરને ગ્રહણ કરે છે. નવા શરીરમાં ઉપયોગી પરમાણુ આદિની પ્રેરણા પણ કરે છે.) આથી કર્તુત્વના માટે શરીરની આવશ્યકતા નથી.
જૈન (ઉત્તરપક્ષ) તમારું આ અસમીક્ષિત (યથાયોગ્ય વિચારણા વિનાનું) કથન છે. કારણકે શરીરના સંબંધ વિના પરમાણુની પ્રેરણા ઘટતી નથી. કહેવાનો આશય એ છે કે મરણ બાદ નવાશરીરની રચનામાં ભૂલશરીરનો અભાવ હોવા છતાં પણ સૂક્ષ્મશરીર તો હોય છે. તે જ નવાશરીરને ઉપયોગી પરમાણુઓને પ્રેરણા કરે છે.
જો મરણબાદ ઉત્પન્ન થતા નવાશરીરમાં સૂક્ષ્મશરીરના પ્રયત્નનો અભાવ માનશો તો મુક્તાત્માની જેમ નવા શરીરની રચના અસંભવિત બની જશે.
તથા શરીરના અભાવમાં જ્ઞાનાદિનું આશ્રયત્વ પણ સંભવિત નથી. અર્થાત્ ઈશ્વરને શરીર રહિત માનશો તો ઈશ્વરમાં જ્ઞાનાદિ રહી શકશે નહિ. કારણ કે જ્ઞાનાદિની ઉત્પત્તિમાં શરીર નિમિત્તકારણ છે. અન્યથા (અર્થાત્ જ્ઞાનાદિની ઉત્પત્તિમાં શરીર નિમિત્તકારણ નથી એવું માનશો તો) મુક્તાત્મામાં પણ જ્ઞાનાદિની ઉત્પત્તિ માનવી પડશે, કે જે તમને ઇષ્ટ નથી. કારણકે તમે મુક્તાત્મામાં જ્ઞાનાદિની અત્યંતનિવૃત્તિ માનો છો.
આથી ‘જંગલીવૃક્ષાદિના કર્તા શરીરના અભાવના કારણે અદશ્ય છે'—આ પક્ષ અયોગ્ય સિદ્ધ