________________
૪૦૪
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
થાય છે. વળી વિદ્યાના પ્રભાવથી જંગલીવૃક્ષાદિના કર્તા અદશ્ય છે. આ વાત પણ ઉચિત નથી. કારણકે વિદ્યાના પ્રભાવથી કર્તા અદશ્ય હોય તો, કોઈકવાર તો તે દશ્ય બને જ. કેમકે વિદ્યાધારિ વ્યક્તિઓ શાશ્વતકાલ માટે અદશ્ય હોતા નથી. જેમ કે પિશાચાદિ વિદ્યાથી અદશ્ય હોવા છતાં કોઈકવાર તો દેખાય જ છે. પરંતુ જંગલીવૃક્ષાદિના કર્તા તો આજ સુધી દેખાયા નથી. તેથી વિદ્યાના પ્રભાવથી અદશ્ય છે, તે વાત પણ ઉચિત નથી.
તથા જંગલીવૃક્ષાદિના કર્તા અદશ્ય હોવામાં અદશ્ય જાતિવિશેષ પણ કારણ નથી. કારણ કે જાતિ એક વ્યક્તિમાં રહેતી નથી. જે અનેકવ્યક્તિઓમાં રહે તે જાતિ કહેવાય છે.
અથવા ઈશ્વર દૃશ્ય હોય કે અદૃશ્ય હોવ તો પણ તે ઈશ્વર (૧) સત્તામાત્રથી પૃથ્વી આદિનું કારણ બને છે કે (૨) ઈશ્વર જ્ઞાનવાળા હોવાથી પૃથ્વી આદિનું કારણ બને છે કે (૩) ઈશ્વર જ્ઞાન-ઈચ્છાપ્રયત્નવાળા હોવાથી પૃથ્વી આદિના કારણ બને છે કે (૪) જ્ઞાનાદિપૂર્વક વ્યાપાર હોવાથી પૃથ્વી આદિના કારણ બને છે કે (૫) ઐશ્વર્યવાળા હોવાથી પૃથ્વી આદિના કારણ બને છે. ?
જો એમ કહેશો કે “ઈશ્વરની હાજરીમાત્રથી = સત્તા માત્રથી પૃથ્વી આદિ કાર્યો થાય છે....તો કુંભકારાદિમાં પણ જગકર્તુત્વની આપત્તિ આવશે. કારણકે ઈશ્વર અને કુલાલાદિ સર્વત્ર વિદ્યમાન જ હોય છે. (નૈયાયિકોના મતે આત્મા વિભુ છે.) અર્થાતુ બંનેના સત્ત્વમાં કોઈ ભેદ ન હોવાથી ઈશ્વર જેમ જગત્કર્તા કહેવાય છે, તેમ કુંભકારાદિ પણ સૃષ્ટિકર્તા કહેવાશે (કે જે કોઈને ઇષ્ટ નથી.)
સમસ્ત જગતનું પરિજ્ઞાન હોવાથી ઈશ્વર પૃથ્વી આદિના કર્તા છે.—તેમ કહેશો તો સર્વજ્ઞ યોગિઓને પણ સમસ્તજગતનું પરિજ્ઞાન હોય છે. આથી યોગીઓમાં પણ જગત્કર્તુત્વની આપત્તિ આવશે, (કે જે તમને ઇષ્ટ નથી.).
જ્ઞાન-ઇચ્છા-પ્રયત્નવાળા હોવાથી ઈશ્વર જગત્કર્તા છે' તેમ કહેશો તો પણ અસામ્પત છે. કારણકે જ્ઞાનાદિ શરીરના આશ્રયે રહે છે. અશરીરીમાં જ્ઞાનાદિ રહી શકતા નથી. તેથી તમારા ઈશ્વર અશરીરી હોવાના કારણે તેમાં જ્ઞાનાદિ રહેતા નથી. “જ્ઞાનાદિપૂર્વકના વ્યાપારવાળા ઈશ્વર જગત્કર્તા છે.-આવો ચોથોવિકલ્પ પણ અસંભવતિ છે. કારણ કે અશરીરિમાં કાયા અને વચનના વ્યાપારનો સંભવ નથી.
(ઈશ્વરને ઐશ્વર્યના કારણે સૃષ્ટિ કર્તા કહેવા તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે આજસુધી ઐશ્વર્યનું સ્વરૂપ જ અનિશ્ચિત છે. જેથી તે કેવી રીતે જગત્કર્તા બની શકે ? શું તે ઐશ્વર્ય (૧) જ્ઞાતૃત્વના કારણે છે. અર્થાત્ જગતને જાણે છે માટે ઐશ્વર્ય છે ? કે (૨) શું કર્તુત્વના કારણે ઐશ્વર્ય છે ? અર્થાત્ તે જગતની રચના કરે છે, તેથી ઐશ્વર્ય છે અથવા (૩) શું અન્ય કોઈ કારણે ઐશ્વર્ય છે ?