________________
વર્શન સમુØય માળ - ૨, ોવ્ઝ – ૪૧-૪૬, જૈનવર્શન
મૈત્રનો પુત્ર શ્યામ છે. કારણકે તે મૈત્રનો પુત્ર છે. જેમકે મૈત્રના વિદ્યમાન ચાર પુત્રોની જેમ. આ અનુમાન પણ ગમક બની જશે. કારણકે સર્વત્ર વ્યભિચારના વિષયને પક્ષમાં સમાવેશ કરીને હેતુને અવ્યભિચારિ બનાવી શકાય છે. આથી જે પદાર્થથી વ્યભિચાર બતાવવામાં આવે, તેનો સમાવેશ પક્ષમાં કરી દેવો લેશમાત્ર ઉચિત નથી.
४०२
=
ઈશ્વરની બુદ્ધિ તથા તેના પ્રયત્નઆદિ ગુણોથી પણ કાર્યત્વ હેતુ વ્યભિચારી છે. તે સર્વે બુદ્ધિ આદિ ગુણો આત્માના વિશેષગુણો હોવાથી અનિત્ય કાર્ય તો છે. પરંતુ તેની ઉત્પત્તિમાં સ્વયં ઈશ્વરરૂપ સમવાયિકા૨ણ (ઉપાદાનકારણ)થી ભિન્ન બીજો કોઈ બુદ્ધિમાનુ ઈશ્વર નિમિત્તકા૨ણ નથી થતો. જો તે ઈશ્વરની બુદ્ધિઆદિની ઉત્પત્તિમાં બીજાઈશ્વર કા૨ણ થાય અને તેની બુદ્ધિ ઉત્પન્ન કરવામાં ત્રીજા ઈશ્વ૨ કારણ બનતા હોય તો અનવસ્થાદૂષણ આવે છે.
તેથી તે ઈશ્વર તો પોતાની બુદ્ધિ આદિની ઉત્પત્તિમાં સમવાયિકારણ બને છે, નિમિત્તકા૨ણ નહિ. પ્રકૃતમાં બુદ્ધિમન્નિમિત્તત્વરૂપ કર્તૃત્વ જ વિવિક્ષિત છે. આથી ઈશ્વરની બુદ્ધિઆદિથી કાર્યત્વહેતુ વ્યભિચારી બને છે.
-
તથા કાર્યત્વહેતુ કાલાત્યયાપદિષ્ટ = બાધિત પણ બને છે. પ્રમાણાન્તરથી હેતુના સાધ્યનો અભાવ સિદ્ધ થાય તે કાલાત્યયાપદિષ્ટ = બાધિત કહેવાય છે. અહીં આપોઆપ ઉગી નીકળેલા તૃણ આદિમાં પ્રત્યક્ષથી કોઈ બુદ્ધિમાનકર્તા જોવા મળતા નથી. આથી પ્રત્યક્ષપ્રમાણથી કાર્યત્વ હેતુના સાધ્ય બુદ્ધિમત્કર્તૃત્વનો અભાવ સિદ્ધ થવાથી કાર્યત્વહેતુ કાલાત્યયાપદિષ્ટ બને છે. જેમકે અગ્નિને અનુષ્ય સિદ્ધક૨વા આપેલો દ્રવ્યત્વહેતુ. અહીં પ્રત્યક્ષથી અગ્નિ ઉષ્ણ છે. અર્થાત્ અનુષ્ય નથી આવું અનુભવાય છે. તેથી દ્રવ્યત્વહેતુ કાલાત્યયાપદિષ્ટ બને છે.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : વાવ્યા વિનાઉગેલા તૃણાદિના કર્તા પણ અદશ્યઈશ્વર જ છે.
10
જૈન (ઉત્તરપક્ષ) : તમારી વાત ઉચિત નથી. કારણકે તૃણાદિમાં અદૃશ્ય ઈશ્વર કર્તાનો સભાવ, આ જ અનુમાનથી છે કે અન્યપ્રમાણથી છે. ? (તમારે આ જવાબ આપવો જોઈએ.)
જો તમે ‘તૃણાદિ, જંગલી વૃક્ષોમાં અદશ્ય કર્તા ‘કાર્યત્વ' હેતુવાળા અનુમાનથી સિદ્ધ થાય છે' એમ કહેશો તો ચક્રકદોષ આવશે.
જ્યાં ત્રણ કે ત્રણથી અધિકપદાર્થોની સિદ્ધિ એક-બીજાને આધીન હોય ત્યાં ચક્રકદોષ લાગે છે. કહેવાનો આશય એ છે કે - જ્યારે કાર્યત્વહેતુથી કર્તાનો સદ્ભાવ સિદ્ધ હોય, ત્યારે ઉગાડ્યા વિના ઉગી નીકળેલા જંગલી વૃક્ષો આદિમાં અદૃશ્ય હોવાથી કર્તાની અનુપલબ્ધિ માનવામાં આવે. તથા જ્યારે તે નિશ્ચય થાય કે ‘જંગલી વૃક્ષમાં કર્તાની અનુપલબ્ધિ અદશ્ય હોવાના કારણે છે. કર્તાનો અભાવ હોવાથી નહિ.' ત્યારે કાર્યત્વહેતુમાં અબાધિતવિષયતા આવે, તથા જ્યારે કાર્યત્વ હેતુ અબાધિત હોવાથી કાલાત્યયાપદિષ્ટ દોષથી શૂન્ય થઈ જાય, ત્યારે તે જંગલી વૃક્ષોમાં