________________
૪૦૦
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
શકે. જેમકે ગધેડાના શીંગડા અપ્રસિદ્ધ છે. તેથી તેમાં રહેનારા ખરવિષાણત્વરૂપ સામાન્ય ધર્મની કલ્પના કરી શકાતી નથી. આ રીતે અશરીરી અને સર્વજ્ઞ કર્તા પણ પ્રસિદ્ધ જ હોવાથી તેમાં રહેનારા સામાન્યકર્તુત્વધર્મની કલ્પના કરવી નિતાન્ત અસંભવિત છે.
આથી જેવા પ્રકારના કારણથી જેવા પ્રકારનું કાર્ય ઉપલબ્ધ થાય, તેવા પ્રકારનું જ અનુમાન કરવું જોઈએ. (નહિ કે કર્તા શરીરી દેખાતા હોવા છતાં પણ અશરીરી અને સર્વજ્ઞ કર્તાનું અનુમાન કરાય !) જેમકે જેવા પ્રકારના ધર્મવાળી અગ્નિથી જેવા પ્રકારના ધૂમની ઉત્પત્તિ પ્રમાણો દ્વારા પ્રસિદ્ધ હોય-સ્વીકારેલી હોય, તેવા પ્રકારના ધૂમથી જ, તેવા પ્રકારની જ અગ્નિનું અનુમાન કરવું ઉચિત છે. પરંતુ તેનાથી વિપરીત નહિ.
આથી દૃષ્ટાંતાનુસાર શરીરી અને અસર્વજ્ઞ કર્તાની સિદ્ધિ થવાના કારણે કાર્યવહેતુ વિરુદ્ધ છે. આનાથી “સાધ્ય અને સાધનમાં વિશેષરૂપથી વ્યાપ્તિગ્રહણ કરવામાં આવે તો સર્વ અનુમાનોના ઉચ્છેદની આપત્તિ આવશે” આવી તમારી (પૂર્વની) વાતનું પણ નિરાકરણ થાય છે. અમે સામાન્ય નિયમ બતાવ્યો કે- “જે કારણથી જેવા પ્રકારનું કાર્ય દેખાય, તેનાથી તેવા પ્રકારના પદાર્થનું જ અનુમાન થાય છે.” તેમાં કોઈ દૂષણ નથી.
વળી બીજ વાવ્યાવિના પણ ઉગી નીકળતું તૃણ, જંગલી વૃક્ષો, પહાડોના શિખરો વગેરે અવયવવાળા હોવાના કારણે કાર્ય અવશ્ય છે. પરંતુ તેના કોઈ બુદ્ધિમાનકર્તા નથી. આથી કાર્યત્વ હેતુ વ્યભિચારિ=અનૈકારિક પણ છે.
द्विविधानि कार्याण्युपलभ्यन्ते, कानिचिटुद्धिमत्पूर्वकाणि यथा घटादीनि, कानिचित्तु तद्विपरीतानि यथाऽकृष्टप्रभवतृणादीनि । तेषां पक्षीकरणादव्यभिचारे, स श्यामस्तत्पुत्रत्वादितरतत्पुत्रवदित्यादेरपि गमकत्वप्रसङ्गान्न कश्चिद्धेतुर्व्यभिचारी स्यात्, व्यभिचारविषस्य सर्वत्रापि पक्षीकर्तुं शक्यत्वात् । ईश्वरबुद्ध्यादिभिश्च व्यभिचारः, तेषां कार्यत्वे सत्यपि समवायिकारणादीश्वराद्विभिन्नबुद्धिमत्पूर्वकत्वाभावात् । तदभ्युपगमे चानवस्था । तथा कालात्ययापदिष्टश्चायं, अकृष्टप्रभवाङ्करादौ कभावस्याध्यक्षेणाध्यवसायात्, अग्नेरनुष्णत्वे साध्ये द्रव्यत्ववत् । ननु तत्राप्यदृश्य ईश्वर एव कर्तेति चेत्, तन्न । यतस्तत्रतत्सद्भावोऽस्मादेवान्यतो वा प्रमाणात्सिध्येत । प्रथमपक्षे चक्रकम् । अतो हि तत्सद्भावे सिद्धेऽस्यादृश्यत्वेनानुपलम्भसिद्धिः, तत्सिद्धौ च कालात्ययापदिष्टत्वाभावः, ततश्चास्मात्तत्सद्भावसिद्धिरिति । द्वितीयपक्षोऽप्ययुक्तः, तत्सद्भावावेदकस्य प्रमाणान्तरस्यैवाभावात् । अस्तु वा तत्र तत्सद्भावः, तथाप्यस्यादृष्टत्वे