________________
છે, પણ ઉપાદાનની શુદ્ધિ-જાગૃતિ અર્થે, ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા અર્થે પણ જિનભક્તિ આદિ પરમ ઉપકારી નિમિત્ત કારણના અવલંબનની અનિવાર્ય આવશ્યકતા છે, એ આ મહાનુભાવે ભૂલી જાય છે. પ્રભુસેવા એ આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન–કારણપણે પ્રગટાવવા પુષ્ટ આલંબનરૂપ પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારે તે પોકારી પોકારીને કહ્યું છે કે-સમતા અમૃતની ખાણ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલંબને જ “નિયમા સિદ્ધિ હોય છે. ભક્તશિરોમણિ મહાત્મા દેવચંદ્રજી આદિએ ભાવથી ગાયું છે કે
ઉપાદાન આતમાં સહી રે, પુણાલંબન દેવ...જિનવર પૂજે ! ઉપાદાન કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ.જિનવર પૂજે ! નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણ; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી. ”– શ્રી દેવચંદ્રજી. કારણ જેગે છે કારજ નીપજે, એમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કહે કારજ સાધીએ, એ નિજ મત ઉમાદ, ” શ્રી આનંદઘનજી.
આવા પ્રબલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપ શ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે. પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત સહજામસ્વરૂપી અહંત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણ કે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે તેમ “ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન પુરુષોને ગણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છેતે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. જે યથાર્થ મૂળ દષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું પૂજન છે.” શ્રી દેવચંદ્રસ્વામીએ કહ્યું છે કે જિનવર પૂજા રે તે નિજ પુજના રે કઈ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તો સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતન કરીએ, પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે, કારણ કે આલંબન વિનાનું તેવું અધ્યાત્મસ્વરૂપ ચિંતન તો અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીઓ માટે છે, પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દિશા વિના અધ્યાત્મશાસ્ત્રો મતિક મનાએ વાંચી, ઉપાદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિંતનની વાતો કરવામાં અનેક દેષરૂપ ભયસ્થાને રહેલા છે. જેમકે-કવચિત્ તેથી જીવને વ્યાહ ઉપજે છે. પિતાની તેવી આત્મદશા થઈ નહિં છતાં પોતાની તેવી દશાની “કપનારૂપ” ભ્રાંતિ ઉપજે છે, “અડું બ્રહ્માસિમ'ને બદલે બ્રમામિ થઈ જાય છે! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે, બંધ-મોક્ષ તો કલ્પના છે એમ વાણીમાં બોલે છે, પણ પિતે તે મોહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાની પણું ઉપજે છે, અને તેથી વેદાચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org