________________
પ્રતિછ પ્રતિઈદે જિનરાજના હેજી, કરતાં સાધક ભાવ
દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે છે, શુદ્ધાતમ પ્રાગુભાવ ”શ્રી દેવચંદ્રજી. અત્રે “સંશુદ્ધ ભક્તિને જ ગબીજ કહ્યું છે,–નહિં કે અસંશુદ્ધ ભક્તિને. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે-કે અત્રે અમે જે કહેવા માગીએ છીએ તે તે અલોકિક રીતે આ અલોકિક પ્રભુને સેવવાની વાત કહેવા માગીએ છીએ, આ લોકોત્તર પ્રભુની સેવાનો અંતર્ગત ભેદ-રહસ્ય-મર્મ જાણને સમજીને આધ્યાત્મિક ગુણપ્રકાશરૂપ સેવાની વાત કહેવા માગીએ છીએ. આ લેકે તર દેવને ઘણું જીવો તેમનું સ્વરૂપ સમજ્યા વિના લોકિક રીતથી સેવે છે, આ લેક-પરલેક સંબંધી લોકિક ફલની આકાંક્ષાથી-આશાથી સેવે છે. અથવા ક્રોધ-માન-માયા-લોભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલોકિક દેવની લોકિક ફલકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી, અને તે યોગબીજ નથી. શુદ્ધ સેવા તો (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશ સંજ્ઞાના નિરોધ સહિત પણે, (૩) આ લોક-પરલેક–સંબંધી કામના રહિતપણે કરવામાં આવે તે જ થાય. આવી જે સંશુદ્ધ સેવા છે, તે જ અત્રે ગબીજરૂપ થઈ પડે છે.
એટલે (૧) સૌથી પ્રથમ તો આ વીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, આરાધવા–ઉપાસવા યોગ્ય છે એવી પરમ ઉપાદેયબુદ્ધિ અંતમાં પ્રગટવી જોઈએ; આખા જગત્ કરતાં પણ જેનું ગુણગોરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદગુરુ પરમેષ્ઠિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ. “સંભવદવ તે ધુર સે સવે રે.” અર્થાત જગતના અન્ય કોઈપણ પદાર્થ કરતાં અનંત અનંતગણ મહિમાવાન એવા આ પરમ ઉપકારી કરુણાસિંધુ “અહંત પ્રભુને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, અને પરમ સેવ્ય ગણું, તેની પૂજામાં, તેની આરાધનામાં, તેની ઉપાસનામાં, તેની સેવામાં બીજા બધા કાર્ય કરતાં સૌથી પ્રથમ તત્પર થઈ જવું જોઈએ. (૨) બીજું -આહાર, ક્રોધાદિ દશ સંજ્ઞાનું વિષ્કલન-નિરાધ, ઉદય અભાવ છે એ સંશુદ્ધ ભક્તિનું બીજું લક્ષણ છે. જ્યાં ખાવા પીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામે થઈ પડે, મમતા મરી જાય, ક્રોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિં, લેભનો લોભ થાય નહિં, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની બીલકુલ પરવા ન હોય,-એવી સંશુદ્ધ ભક્તિ જ મુમુક્ષુ જોગીજનો કરે. “શ્રી યશોવિજયજીએ કહ્યું છે તેમ” શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભકતે ચેકનું ચિત્ત હે. (૩) ત્રીજું–આ લેક પરલેકસંબંધી ફલકામના રહિતપણું-નિષ્કામપણું હોવું જોઈએ. આ લેકસંબંધી ધન-કીર્તિ-પૂજાસત્કાર આદિ ફલકામનાથી જે કરવામાં આવે, તે સચિત્તને મારી નાંખતું હોવાથી અને મહતું એવાં સત અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હોવાથી, આત્માને વિષરૂપે પરિણમી વિષઅનુષ્ઠાન થઈ પડે છે, અને પરલોકસંબંધી ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (Slow poison) પરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org