________________
પ્રવૃત્તિ તે દ્રવ્યપાપ અને એમાં જે અધ્યવસાય ભળે તે ભાવપાપ કહેવાય.
ખાટલાના ચાર પાયા હોય છે; તેમ કર્મનો બંધ પણ ચારથી થાય અને નિર્જરા પણ ચારથી થાય. ત્રણ યોગ અને એક ઉપયોગ.
યોગ
= મન, વચન, કાયા
ઉપયોગ = આત્માનો ઉપયોગ.
યોગ અને ઉપયોગ મળ્યા વિના કર્મ બંધ થાય નહીં. તેમ કર્મની નિર્જરા પણ થાય નહીં. (પ્રસન્નચંદ્રનું ધ્રુષ્ટાંત સમજવું)
પાપની દરકાર કરતાં વધુ દ૨કા૨ ભાવપાપ માટે રાખવી જરૂરી છે. કેમકે ઇન્દ્રિયોની ફસામણમાં વધુ ભાવપાપ બંધાય.
ઓવનિર્યુક્તિની ૭૩૧મી ગાથામાં છે-જયણાથી ચાલતા સાધુને કદાચ બંધ થાય તો અધ્યવસાયની શુદ્ધિ હોવાથી તે નિમિત્તે બંધ નથી.
તંદુલિયા મત્સ્યને મનથી થતી વિરાધના સાતમી નરકમાં લઈ જાય છે. જો કે એમાં મન-વચન-કાયાની સાથે આત્માનો ઉપયોગ ભળ્યો છે, માટે ૭મી નરકમાં જાય છે. પ્રસન્નચંદ્રને તનિમિત્તનો બંધ નથી, કેમકે તેમને આત્માનો ઉપયોગ ભળ્યો નથી. આથી ગર્લા-નિંદા પશ્ચાત્તાપથી કર્મોનું ઉલન કર્યું. મન-વચન-કાયામાં આત્માનો ઉપયોગ ન હતો, તો પાછા વળી શક્યા.
મન ન હોય તો પણ આજ્ઞાના ચોકઠામાં રહેવાથી જરૂર લાભ થાય.
ભવદેવનું મન નાગીલામાં હોવા છતાં વર્ષો સુધી સંયમમાં સ્થિર રહેવામાં કારણ શું હતું ? માત્ર વચન-કાયાનો કંટ્રોલ અને સામાચારીનું પાલન મહત્ત્વનું હતું તેથી તે સ્થિર રહી શક્યા. આથી મોહનીયનો બંધ ન પડ્યો. મન વગર પણ થતું સામાચારીનું પાલન મોહનીયના બંધથી અટકાવે – બચાવે, જ્યારે સામાચારીના આપલાપથી મોહનીયનો બંધ થાય અને ચારિત્ર દુર્લભ થાય.
ભવદેવને માત્ર વચન-કાયાથી સામાચા૨ીનું પાલન હતું. આ સામાચારીના પાલને ચરમ કેવળી બનવા જેવું વિરાટ સર્જન કર્યું.
આટલી પ્રબળ તાકાત માત્ર મન વિનાની સામાચારીના પાલનમાં છે. આથી સામાચારીના પાલનમાં હંમેશા ઉલ્લાસ રહેવો જોઈએ.
વાચના-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org