________________
હિં નાપરામિ વિવ્યું ? .િ.||3||
દિન=પરમાત્મા મહાવીર પ્રભુના શાસનના સાધુઓને પડતા કાળમાં સંયમની સામાચારીનું વ્યવસ્થિત પાલન થઈ શકે તે માટે પૂ. ભાવદેવસૂરિ મ. એ ‘યતિદિન ચર્યા' ગ્રંથ બનાવ્યો તેમાં ગ્રંથના પ્રારંભે જ સવારે સાધુની ઉત્થાન વિધિનો અધિકાર ચાલી રહ્યો છે.
ચાપ
રાત્રિના ચોથા પ્રહરે સાધુ નિદ્રા-ત્યાગ કરે પછી દેવ-ગુરુનું સ્મરણ કરી. ઓધાને નમસ્કાર કરે. ત્યાર બાદ ગુરુચરણોમાં શરણાગતિ ભાવથી મસ્તક સમર્પણ કરે. પ્રમાદમુક્ત થયા પછી નિદ્રા હોય અને કદાચ ક્યાંય અજયણા ન થાય, તે માટે વિચારણા કરે.
નિદ્રાના ત્યાગ પછી મુનિ ` િનાચરનિ વિશ્વ' મેં કયું કૃત્ય ન કર્યું ? વગેરે બાબતો વિચારે.
કૃત્ય એટલે કરવા લાયક.
સાધુને કરવાલાયક જે વિધાન છે તે ક૨વાં જોઇએ. સામાન્યથી ક૨વાલાયકકાર્ય ષટ્કાયની જયણા છે. અને વિશેષથી ક૨વાલાયક પ્રતિક્રમણ પડિલેહણ ગૌચરી, દર્શન, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે છે તે ઉપયોગપૂર્વક કરે. અંતરની ધારણાથી એટલે બહુમાનપૂર્વક ફરે. અર્થાત્ કૃત્ય એટલે ધર્મકાર્ય-જેનાથી આત્મા આશ્રવના દ્વારોથી પાછો ફરે, દુર્ગતિમાં પડતાને બચાવે તે ધર્મ અને તે સંબંધી કાર્યપ્રવૃત્તિ એટલે ધર્મકાર્ય. દુર્ગતિ એટલે ?
વાચના-૫
Jain Education International
For Private & Personal Use Only
૨૮
www.jainelibrary.org