Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 207
________________ આમ સાધુપણાનો વેશ પલટાઇ જશે તો શું થશે ? પરમાત્માના શાસનમાં જયણા અને સમાચારી પાલન એ જ મોટો પ્રાણ છે. એના વિના જીવન ખોટું છે, શુષ્ક છે. જ્યારે વંટોળ ચડે ત્યારે સચિત વાયુકાયના જીવો નિશે ઉત્પન્ન થાય છે. અને ચારેબાજુ છવાઈ જાય છે. તે સચિત્તવાય જો ઘડા-પાતરા, ગોચરી, ઉપધિ વિગેરેને અડે તો સચિત્ત રજવાળા થાય તેથી તે સમયે ખાસ ઉપયોગ રાખવો. સચિત્ત વાયુ શરીરને ન અડે માટે કાંમળી ઓઢીને બેસવું જોઇએ. વરસાદ આવે તો બધા બારી બારણાં બંધ કરી દઇએ, તેમ વંટોળ ચડે ત્યારે પણ બારી-બારણાં બંધ કરીને કાંમળી ઓઢીને બેસવું જોઇએ. તે સમયે બોલવાનો પણ નિષેધ છે. અનિવાર્ય સંજોગોમાં વાત કરવી પડે તો..ઇશારાથી વાત કરે. આદ્રા નક્ષત્રથી શરદ પૂર્ણિમા સુધી સાધુ-સાધ્વી ભગવંતે કાંમળ ઓઢવા સિવાય ઉપાશ્રયની બહાર નીકળાય નહીં. કદાચ તમસ્કાયનો સમય (કાળળળા) ન હોય અને ન ઓઢે પણ કાંમળી, કપડો સાથે તો જોઇએ જ. ગમે તે સમયે અપૂકાયની વિરાધનાથી બચવા કામ લાગે. વરસાદનો સમય છે, ગમે ત્યારે આવી જાય, તો જયણા પાળી શકાય અને વિરાધનાથી બચાય. કામળીમાં કપડો નાખીને ન ઓઢે તો સાધુને એક આયંબીલનું પ્રાયશ્ચિત આવે. કામળીમાં કપડો ન હોય તો તમસકાયના જીવો ઔદારિક શરીરની ગરમથી ટકરાઇને મરી જાય. આથી આ ઋતુમાં એકલી કાંમળ ખભે નાખી ન નીકળાય સાથે કપડો પણ જોઇએ. વર્ષોથી ચારિત્ર પાળનારને એવો ખ્યાલ ન હોય તો નવા દીક્ષીતને ક્યાંથી ખ્યાલ હોય. કાંમળી ફક્ત તમસુકાયથી બચવા માટે જ નહીં પણ અકાય વાયુકાય-તેઉકાયથી બચવા માટે પણ કાંમળી ઓઢવાની છે. કામળીમાં તમસુકાય, અકાય-તેઉકાય-વાયુકાયના જીવોની રક્ષા કરવાની ક્ષમતા છે. માટે જ કાંમળીનો ઉપયોગ રાખવો જોઇએ કાંમળી જયણા માટે છે. શોભા માટે નથી. પણ આજે તો શોભાનો વિષય બની ગઇ છે. સંયમને જાળવવા કામળી છે. સંયમનું પ્રતિક છે. મૂળવાત ચાલે છે; સામાચારી, ગિણિજોગ અને જયણાની. સાધુએ સામાચારીનો ભંગ-ગિરિજોગ કે અજયણા કરી હોય તેની પણ આલોચના પ્રતિક્રમણમાં મુખ્યતાએ કરવાની છે. પ્રતિક્રમણ શાશ્વત છે. અનાદિનું છે. પાંચ ભરત-પાંચ ઐરાવત પાંચ મહાવિદેહમાં પણ આ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ ઠાયા પછીથી છ આવશ્યક સુધીનું બધે જ એક સરખું છે. ફરક માત્ર ઠાયાં પહેલાં અને છ આવશ્યક પછીનો જે ભાગ છે તે જીતકલ્પની મર્યાદા છે. વાચના-૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226